AMU Controversy: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)ના એક ફેકલ્ટી મેમ્બર ડૉ. જિતેન્દ્ર કુમાર પર ક્લાસ દરમિયાન ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લાગ્યો છે. પ્રોફેસરે કથિત રીતે ક્લાસમાં એક સ્લાઇડ શોમાં ‘બળાત્કારનો પૌરાણિક સંદર્ભ’ આપ્યો હતો.
AMU Controversy: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (Aligarh Muslim University)એ ધાર્મિક ભાવનાઓ દુભાવવાને લઈને યુનિવર્સિટીના મેડિકલ સ્કૂલના એક ફેકલ્ટી મેમ્બર ડૉ. જિતેન્દ્ર કુમારને કારણ બતાવો (Show-Cause Notice) નોટિસ જારી કરી છે. તેમના પર વર્ગ દરમિયાન ધાર્મિક લાગણી આહત કરવાનો આરોપ લાગ્યો છે. યુનિવર્સિટીએ આ આરોપને ગંભીરતાથી લીધો છે. પ્રોફેસરે કથિત રીતે ક્લાસમાં એક સ્લાઇડ શો બતાવ્યો હતો જેમાં તેમણે ‘બળાત્કારનો પૌરાણિક સંદર્ભ’ આપ્યો હતો.
પ્રોફેસરે કથિત રીતે ભારતમાં બળાત્કાર અને તેના ઐતિહાસિક અને ધાર્મિક સંદર્ભ વિશે ભણાવ્યું હતું. લેક્ચર દરમિયાન એક સ્લાઇડમાં ‘બ્રહ્માની પોતાની દીકરી સાથેના બળાત્કારની વાર્તા’, ઇન્દ્રનો ઋષિ ગૌતમના વેશમાં તેની પત્ની સાથેનો બળાત્કાર, તુલસી વિવાહ: ભગવાન વિષ્ણુ દ્વારા રાજા જાલંધરની પત્નીના બળાત્કાર વિશે વાત કરવામાં આવી હતી. તેમાં નિર્ભયા બળાત્કાર, મથુરા રેપ કેસ ઉપરાંત હિંદુ પરંપરા અનુસાર વિવિધ પ્રકારના વિવાહની પણ વાત હતી. કન્ટેન્ટ ઉપરાંત લેક્ચરમાં પ્રોફેસરે કરેલી ટિપ્પણીઓ વિદ્યાર્થીઓને યોગ્ય ન લાગતા તેમણે પ્રોફેસરની ફરિયાદ કરી હતી. હવે તેના પર કાર્યવાહી થઈ છે.
આ ઘટના બાદ ઘણાં વિદ્યાર્થીઓએ આ લેક્ચરની ટીકા કરતા સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. ઘણો હોબાળો મચ્યા બાદ એએમયુ એડમિનિસ્ટ્રેશન અને મેડિસિનની ફેકલ્ટીએ એક ઓફિશિયલ નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં તેમણે ડૉ. જિતેન્દ્ર કુમારે દર્શાવેલી સ્લાઇડના કન્ટેન્ટને વખોડીને તેમને શો-કોઝ નોટિસ ફટકારી હતી. તેમણે જણાવ્યું કે, સ્લાઇડમાં બતાવવામાં આવેલા કન્ટેન્ટને કારણે વિદ્યાર્થીઓ, સ્ટાફ અને નાગરિકોની ધાર્મિક ભાવનાને ઠેંસ પહોંચી છે. પ્રોફેસરને જવાબ રજૂ કરવા માટે 24 કલાકનો સમય આપવામાં આવ્યો છે.
Aligarh Muslim University issues show-cause notice to Dr Jitendra Kumar for hurting religious sentiments "in the content of a slide on the mythical reference of rape" during a class. pic.twitter.com/8wnYOJb1Kq
ઉલ્લેખનીય છે કે, ધાર્મિક લાગણી દુભાવવાની આવી ઘટના પહેલા પણ બની ચૂકી છે. તાજેતરમાં બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU)ના એક પ્રોફેસરે હિંદુ ભગવાન રામની એક પેઇન્ટીંગ પર પોતાનો ફોટો લગાવી દીધો હતો. તો હિંદુ દેવી સીતાના ફોટાને બદલે તેમણે પોતાની પત્નીનો ફોટો લગાવ્યો હતો અને તેને યુનિવર્સિટીમાં એક પ્રદર્શનીમાં રજૂ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર