નામ પાછળ ફક્ત ઠાકરે સરનેમ લગાવવાથી કોઈ 'ઠાકરે' નથી બની જતું : અમૃતા ફડણવીસ

News18 Gujarati
Updated: December 23, 2019, 8:45 AM IST
નામ પાછળ ફક્ત ઠાકરે સરનેમ લગાવવાથી કોઈ 'ઠાકરે' નથી બની જતું : અમૃતા ફડણવીસ
અમૃતા ફડણવીસ, દેવેન્દ્ર ફડણવીસ.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે (Amruta Fadnavis) નામ લીધા વગર પરોક્ષ રીતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પર નિશાન સાધતા કહ્યુ કે, ફક્ત ઠાકરેની સરનેમ લગાવવાથી કોઈ 'ઠાકરે' નથી બની શકતા!

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભામાં વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે (Amruta Fadnavis) રવિવારે કોઈનું નામ લીધા વગર પરોક્ષ રીતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પર નિશાન સાધ્યુ છે. તેમણે પોતાના અધિકારિક ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને કહ્યુ કે, "સાવ સાચી વાત છે ફડણવીસ જી! (તેમને ટેગ કરતા) તેમના નામ પછી ફક્ત ઠાકરે સરનેમ (Surname) લગાવવાથી કોઈ 'ઠાકરે' નથી બની શકતું! આ માટે કોઈએ સત્તા લાલસા અને પરિવારથી ઉપર ઉઠીને પાર્ટીના સભ્યો તેમજ લોકોના સારા માટે વિચારવું જોઈએ."

14મી ડિસેમ્બરના દેવેન્દ્ર ફડણવીસના આ ટ્વિટને ક્વોટ કર્યું

અમૃતા ફડણવીસે આ ટ્વિટની સાથે દેવેન્દ્ર ફડણવીસના 14મી ડિસેમ્બર, 2019ના એ ટ્વિટને ટાંક્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, "રાહુલ ગાંધીનું નિવેદન સંપૂર્ણ રીતે નિંદાપાત્ર છે. તેમણે કહ્યુ કે તેઓ વીર સાવરકર અને તેમની મહાનતાના એક પણ સારા કામની આસપાસ પણ ક્યાંય નથી. એટલું જ નહીં, તેમણે પોતાની જાતને 'મહાત્મા ગાંધી' માનવાની ભૂલ કરવી જોઈએ નહીં, કારણ કે કોઈ પણ પોતાની સરનેમ રાખીને મહાત્મા ગાંધી ન બની શકે."

સંશોધિક નાગરિકતા કાયદો કોઈ સમાજ કે ધર્મ વિરુદ્ધ નથી : દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યુ કે સંશોધિક નાગરિકતા કાયદો કોઈ સમાજ કે ધર્મની વિરુદ્ધમાં નથી. તેમણે આરોપ લગાવ્યો કે અમુક રાજકીય પાર્ટીઓ દેશમાં અશાંતિ ફેલાવવા માટે નવા કાયદા અંગે અલગ અલગ ભ્રમ ફેલાવી રહી છે.

ફડણવીસે સ્થાનિક સંગઠન લોકાધિકાર મંચ તરફથી CAA (Citizenship (Amendment) Act, 2019)ના સમર્થનમાં આયોજિત રેલીને સંબોધન કરતા કહ્યુ કે, હવે લોકો સંશોધિક નાગરિકતા કાયદાના સમર્થનમાં રસ્તા પર આવી રહ્યા છે. ફડણવીસે કહ્યુ કે, 'મોટી સંખ્યામાં લોકો સંશોધિત નાગરિકતા કાયદાનું સમર્થન કરી રહ્યા છે. કાયદો દેશહિતમાં છે, આ કાયદો કોઈ પણ ધર્મ કે સમાજની વિરુદ્ધમાં નથી.'
First published: December 23, 2019, 8:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading