અમૃતસર ટ્રેન દુર્ઘટનાઃ કઇ ટ્રેન થઇ રદ અને કોના બદલાયા રૂટ, આ રહ્યું લિસ્ટ

News18 Gujarati
Updated: October 20, 2018, 12:01 PM IST
અમૃતસર ટ્રેન દુર્ઘટનાઃ કઇ ટ્રેન થઇ રદ અને કોના બદલાયા રૂટ, આ રહ્યું લિસ્ટ
પ્રતિકાત્મક તસવીર

આ ઘટનાના ત્રણ કલાક પછી પણ જલંધર-અમૃતસર રુટ ઉપર રેલવે સેવા સંપૂર્ણ પણે અસરગ્રસ્ત રહી હતી.

  • Share this:
અમૃતસર પાસે શુક્રવારે સાંજે રેલવે ટ્રેક પાસે રાવણના પુતળા દહન દરમિયાન ટ્રેનની અડફેટે આવતા 60 લોકોના મોત થયા છે. આ ઘટનાના ત્રણ કલાક પછી પણ જલંધર-અમૃતસર રુટ ઉપર રેલવે સેવા સંપૂર્ણ પણે અસરગ્રસ્ત રહી હતી. રેલવેના એક અધિકારીએ કહ્યું કે, કેટલીક ટ્રેનનોનો રૂટ બદલવામાં આવ્યો છે જ્યારે કેટલીક ટ્રેનનોને જલંધર પાસે રોકવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, 12460 અમૃતસર-નવી દિલ્હી, 14681 નવી દિલ્હીથી જલંધર, 12054 અમૃતસર-હરિદ્ધાવર, 12053 હરિદ્વાર-અમૃતસર, 74642 અમૃતસર-જલંધર સિટી પેસેન્જર,74644 અમૃતસર- જલંધર સિટી પેસેન્જર, 74675 અમૃતસર-પઠાણકોટસિટી પેસેન્જર અને 74572 પઠાણકોટ-અમૃતસર સિટી પેસેન્જર આ ટ્રેનો રદ કરવામાં આવી છે.

તો બીજી તરફ કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. જેમાં 12904 અમૃતસર-ગોલ્ડન ટેમ્પલ મેલ, 14632 અમૃતસર-દહેરાનદૂન, 12751 નાંદેડ-અમૃતસર એક્સપ્રેસ, 12483 કોચુવેલી-અમૃતસર એક્સપ્રેસ, 12459 નવી દિલ્હી-અમૃતસર ઇન્ટરસિટી એક્સપ્રેસનો સમાવેશ થાય છે.

જ્યારે કેટલીક ટ્રેનોનો શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. જેમાં 12013 નવી દિલ્હી-અમૃતસર શતાબ્દી એક્સપ્રેસ (જલંધર સિટીમાં), 12925 બાન્દ્રા ટર્મિનસ-અમૃતસર પશ્વિમ એક્સપ્રેસ (માનાવાલામાં), 12203 સહરસા અમૃતસર ગરીબ રથ એક્સપ્રેસ (લુધિયાનામાં), 14673 જયનગર-અમૃતસર (લાઢોવલમાં), 18237 બિલાસાપુર-અમૃતસર છત્તીસગઢ એક્સપ્રેસ (લુધિયાણામાં), 15211 દરભંગા અમૃતસર જન નાયક એક્સપ્રેસ (અબાલામાં)નો સમાવેશ થાય છે.

આની સાથે અનેક ગાડીઓ શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી છે જેમાં 12242 અમૃતસર-ચંડીગઢ સુપરફાસ્ટ (જલંધર સિટી), 15210 અમૃતસર-સહરસા જનસેવા એક્સપ્રેસ (અંબાલાથી), 12041 અમૃતસર નવી દિલ્હી શતાબ્દી એક્સપ્રેસ (જલંધર સિટી), અમૃતસર બિલાસપુર છત્તીસગઢ એક્સપ્રેસ (અંબાલાથી ) અને 12904 અમૃતસર-બાન્દ્રા ટર્મિન્સ ગોલ્ડેન ટેમ્પલ મેલ (અંબાલા)નો સમાવેશ થયો છે.
First published: October 20, 2018, 12:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading