પંજાબના અમૃતસર પાસે દશેરાના રાવણ દહનને નિહાળવા માટે એકઠા થયેલા લોકો પર એક ટ્રેન ફરી વળતા 60 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 100થી વધુ લોકો ઘવાયા છે. પંજાબ કેબિનેટના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ શનિવાર સવારે રેલવે દુર્ઘટનામાંથી ઘાયલ લોકોને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. અમૃતસહ ટ્રેન દુર્ઘટના અંગે નવજોત સિંહ સિધ્ધુએ પત્નીનો બચાવ કરતા રહ્યું હતું કે, દુર્ઘટના ઉપર રાજનીતિ ન થવી જોઇએ. ઉલ્લેખનીય છે કે, વિપક્ષ સિદ્ધુની પત્ની અને પૂર્વ ધારાસભ્યો નવજોત કૌર સિદ્ધુ ઉપર આરોપ લગાવામાં આવ્યો હતો કે ઘટના ઘટ્યા પછી પણ તેઓ ચુપચાપ જતા રહ્યા હતા. જોકે, તેમણે ખુલાસો કરતા કહ્યું હતું કે, રાવણનું પુતળું સળગી રહ્યું હતું ત્યારે જ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. અમારી પ્રાથમિકતા ઘાયલોની યોગ્ય સારવાર કરવાની હોવી જોઇએ.
The accident occurred within a matter minutes when the train came at a high speed. The train did not blow the horn. CM has ordered an investigation into the incident: Punjab Minister Navjot Singh Sidhu at Civil Hospital on #AmritsarTrainAccidentpic.twitter.com/QWE8pGY8qQ
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ પણ અમૃતસર ટ્રેન દુર્ઘટના ઉપર ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, અમૃતસરની ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવાર સાથે મારી સંવેદના છે. હું પણ ઘાયલોની વહેલી તકે સાજા થવાની કામના કરીએ છીએ.
રેલવે બોર્ડના ચેરમેન અશ્વની લોહાનીએ કહ્યું કે, આ ઘટના રેલવેની મેઇન લાઇન ઉપર થઇ છે. જેમાં ટ્રેનએ નક્કી સ્પીડ ઉપર દોડી રહી હતી. ડીએમયુ ડ્રાઇવરે હોર્ન વગાડ્યો અને બ્રેક લગાવવાની કોશિશ પણ કરી હતી. જોકે, ડીએમયુને રોકવા માટે 625 મિટર પહેલા બ્રેક મારવી પડે. આ કારણે ડ્રાઇવર ટ્રેન રોકી ન શક્યો. લોહાનીએ કહ્યું કે, જે ટ્રેનથી દુર્ઘટના ઘટી તેને તે દરરોજ ચાલે છે. આ ટ્રેન દુર્ઘટનાનો કેસ નથી પરંતુ રેલવે ટ્રેક ઉપર અતિક્રમણનો મામલો છે. એટલા માટે રેલવે આ અંગે તપાસના આદેશ નહીં દે.
ઉલ્લેખનીય છે કે, પંજાબના અમૃતસરમાં ગઇ કાલે શુક્રવારે રાતે એક કરુણ ઘટના સામે આવી હતી. અહીં દશેરાના રાવણ દહનને નિહાળવા માટે એકઠા થયેલા લોકો પર એક ટ્રેન ફરી વળતા60 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 100થી વધુ લોકો ઘવાયા છે. જેમાં કેટલાકના હાથ તો કેટલાકના પગ કપાયા છે. જે વિસ્તારમાં રાવણ દહન કરવામાં આવ્યું હતું ત્યાં ટ્રેનના પાટા હતા, જેના પર ઉભા રહીને લોકો રાવણ દહનને નિહાળી રહ્યા હતા. એવામાં પુર ઝડપે આવેલી ટ્રેન પાટા પર જે લોકો ઉભા હતા તેમને કચડતી ગઇ હતી. જેને પગલે સ્થળ પર જ મોટી જાનહાની થઇ હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર