Home /News /national-international /સિદ્ધૂ મૂસેવાલાના માતા-પિતાને ધમકી મળી કે, ‘લોરેન્શ બિશ્નોઈનું નામ લેવાનું છોડી દો નહીંતર...’

સિદ્ધૂ મૂસેવાલાના માતા-પિતાને ધમકી મળી કે, ‘લોરેન્શ બિશ્નોઈનું નામ લેવાનું છોડી દો નહીંતર...’

મૃતક સિદ્ધૂ મૂસેવાલા માતા-પિતા સાથે - ફાઇલ તસવીર

Sidhu Moosewala Murder Case: ગાયક સિદ્ધૂ મૂસેવાલાની હત્યા મામલે બઠિંડા જેલમાં બંધ બિશ્નોઈને એનઆઇએએ દેશના અલગ અલગ વિસ્તારમાં હિંસક કૃત્યો અને સનસનીખેજ ગુનાઓ કરવા બદલ આતંકવાદીઓ અને ગુનાહિત કાવતરું ઘડવા બાબતે ધરપકડ કરી છે.

નવી દિલ્હીઃ દિવંગત પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાના માતા-પિતાને એક ઇમેલના માધ્યમથી ધમકી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વારંવાર લોરેન્સ બિશ્નોઈનું નામ લેવાનું છોડી દો નહીંતર બહુ ખરાબ પરિણામ આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, આ ઇમેલમાં 25 એપ્રિલ સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે. ઇમેલમાં કહેવામાં આવ્યું છે કે, 25 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવે છે. ત્યારબાદ પરિણામ બહુ ખરાબ આવશે. ધમકીભર્યા ઇમેલમાં સલમાન ખાનનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તેમાં કહેવાયું છે કે, અમે સલમાન ખાન સુધીનાને નથી છોડ્યાં, તેની પણ રેકી કરવામાં આવી છે. પોલીસ સૂત્રોનું માનીએ તો, આ મેઇલ રાજસ્થાની આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

શુભદીપસિંહ સિદ્ધૂ કે જેને સિદ્ધૂ મૂસેવાલના નામથી ઓળખવામાં આવે છે. પંજાબના માનસા જિલ્લામાં 29મી મેએ ગોળી મારીને તેની હત્યા કરી નાંખવામાં આવી હતી. ત્યારે એક દિવસ પહેલાં પંજાબ સરકારે ગાયક અને 423 લોકોની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સ્વીકાર્યુ છે કે, તે પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઇન્ડ હતો અને ઓગ્સ્ટ 2021થી તેનું કાવતરું ઘડવાની શરૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ દેશનો પહેલો ‘હાઇસ્પીડ મલ્ટિ-મોડલ કોરિડોર’ ગુજરાતમાં બનશે...

બિશ્નોઈ બઠિંડા જેલમાં બંધ છે


લોરેન્સ બિશ્નોઈને પોલીસ અધિકારીઓ જણાવ્યુ હતુ કે, હત્યા કરવા માટેનું કાવતરું 2021ના ઓગસ્ટ મહિનાથી બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. તેની ત્રણવાર રેકી કરવામાં આવી હતી. જાન્યુઆરીમાં શૂટર મારવા ગયો હતો, પરંતુ તેને સફળતા મળી નહોતી. મૂસેવાલાની હત્યામાં ઉપયોગમાં લેવાયેલા વાહનની રસીદ ફતેહાબાદ સ્થિત એક પેટ્રોલ પંપ પર 25મી મેએ મળી હતી. ત્યારબાદ પંજાબ પોલીસે કડીઓ જોડીને હત્યાનો કેસ ઉકેલ્યો હતો.


ગાયક સિદ્ધૂ મૂસેવાલાની હત્યા મામલે બઠિંડા જેલમાં બંધ બિશ્નોઈને એનઆઈએ દેશના અલગ અલગ વિસ્તારોમાં હિંસક કૃત્યો અને સનસનીખેજ ગુનાઓ કરવા માટે આતંકવાદી જૂથ અને ગુનાહિત કાવતરા ઘડવા સંબંધે ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, કેટલાક સમય પહેલાં કાળા હરણના શિકાર મામલે અભિનેતા સલમાન ખાનનું પ્રતિનિધિત્વ કરનારા વકીલે દાવો કર્યો હતો કે, તેને પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગે મારી નાંખવાની ધમકી આપી હતી.
First published:

Tags: Punjabi singer siddhu moosewala, Siddhu moosewala, Sidhu Moose Wala, Sidhu Moose Wala . Punjab Sarkar

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો