Home /News /national-international /

Amritsar Golden Temple: સ્વર્ણ મંદિરમાં શ્રી ગુરુ ગ્રંથ સાહિબની બેઅદબીનો પ્રયત્ન, લોકોએ યુવકની પીટાઇ કરીને મારી નાખ્યો

Amritsar Golden Temple: સ્વર્ણ મંદિરમાં શ્રી ગુરુ ગ્રંથ સાહિબની બેઅદબીનો પ્રયત્ન, લોકોએ યુવકની પીટાઇ કરીને મારી નાખ્યો

અમૃતસર ગોલ્ડન ટેમ્પલ

golden temple news - જાણકારી પ્રમાણે યુવકે સચખંડ સાહિબની અંદર બનેલા સુરક્ષા ઘેરાને પાર કરીને ત્યાં પહોંચી ગયો હતો

    અમૃતસર : અમૃતસરના (Amritsar)સ્વર્ણ મંદિરમાં (amritsar golden temple)શનિવારે શ્રી ગુરુ ગ્રંથ સાહિબનું (Guru Granth Sahib)અપમાન કરવાનો પ્રયત્ન કરનાર એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. જાણકારી પ્રમાણે યુવકે સચખંડ સાહિબની અંદર બનેલા સુરક્ષા ઘેરાને પાર કરીને ત્યાં રાખેલી તલવાર ( sword)પણ ઉઠાવી લીધી હતી. જે પછી ત્યાં રહેલા સેવાદારોએ તેને પકડી લીધો હતો. યુવકની ઓળખ થઇ નથી. કથિત રીતે તેની ઉંમર 20 વર્ષના આસપાસની બતાવવામાં આવી રહી છે. શીખોના સૌથી મોટા ધાર્મિક સ્થળ તરીકે ઓળખાતા સુવર્ણ મંદિરમાં બનેલી આ ઘટનાને કારણે ત્યાં હાજર સમુદાયમાં અફરા-તફરીની સ્થિતિ સર્જાઈ હતી.

    સેવાદારોએ યુવકને પકડીને તરત શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી (એસજીપીસી)ના ટાસ્ક ફોર્સને સોંપી દીધો હતો. ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ એક પ્રત્યક્ષદર્શીના હવાલાથી કહ્યું કે યુવક સંગત સાથે દર્શનની રાહ જોઈ રહ્યો હતો. આ સમયે અચાનક તે સુરક્ષા રેલિંગ પર ચડી ગયો અને શ્રી ગુરુ ગ્રંથ સાહિબના સરુપ સામે રાખેલી સોનાની તલવારને ઉઠાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો હતો. એક અન્ય સાક્ષીએ જણાવ્યું કે આરોપીએ ફૂલોની પાંખડીઓ લેવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

    આ પણ વાંચો - શું બધા ધર્મો માટે મહિલાઓની લગ્નની ઉંમર 21 વર્ષ કરાશે? જાણો, શું કહે છે કાયદો



    યુવકને પકડ્યા પછી શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના કાર્યાલયમાં લઇ ગયા હતા. જ્યા કથિત રીતે તેની ખરાબ રીતે પીટાઇ કરી હતી. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તસવીરોમાં એક યુવક ફર્શ પર બેહોશ પડેલો જોવા મળે છે.

    આ પણ વાંચો - EXCLUSIVE: PM મોદીના ભાષણ બાદ CM યોગીએ બહાર પાડી બુકલેટ, કાશી મંદિર પર કરાયેલા હુમલાનો ઉલ્લેખ

    યુવકની માર-મારીને હત્યા કરી દીધી

    એક પોલીસ અધિકારીએ નામ ના આપવાની શરત પર ટીઓઆઈને પૃષ્ટી કરી છે કે યુવકની માર-મારીને હત્યા કરી દીધી છે અને તેની લાશ પોલીસને સોંપવામાં આવી નથી. પોલીસ અધિકારીએ એ પણ જણાવ્યું કે યુવક પાસે કોઇ દસ્તાવેજ તે ઓળખપત્ર મળ્યું નથી. યુવકની ઓળખ માટે પોલીસ તપાસ કરી રહી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Golden temple, અમૃતસર, પંજાબ

    આગામી સમાચાર