ગુપ્ત એજન્સીનું એલર્ટ, RSSના નેતાઓ અને શાખાઓ પર પણ આતંકી હુમલાનો ખતરો

News18 Gujarati
Updated: November 18, 2018, 3:32 PM IST
ગુપ્ત એજન્સીનું એલર્ટ, RSSના નેતાઓ અને શાખાઓ પર પણ આતંકી હુમલાનો ખતરો
ગુપ્ત એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી છે કે, સંઘના વરિષ્ઠ નેતાઓ અથવા જ્યાં સંઘના કાર્યક્રમ થઈ રહ્યા હોય તે જગ્યાઓને આતંકીઓ નિશાન બનાવી શકે છે.

ગુપ્ત એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી છે કે, સંઘના વરિષ્ઠ નેતાઓ અથવા જ્યાં સંઘના કાર્યક્રમ થઈ રહ્યા હોય તે જગ્યાઓને આતંકીઓ નિશાન બનાવી શકે છે.

  • Share this:
પંજાબમાં આરએસએસના કાર્યાલય અને વરિષ્ઠ અધિકારીઓ પર આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુપ્ત એજન્સીઓએ બે દિવસ પહેલા કહ્યું હતું કે, આરએસસીની શાખાઓ પર આતંકીઓની નજર છે.

ગુપ્ત એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી છે કે, સંઘના વરિષ્ઠ નેતાઓ અથવા જ્યાં સંઘના કાર્યક્રમ થઈ રહ્યા હોય તે જગ્યાઓને આતંકીઓ નિશાન બનાવી શકે છે. આ સિવાય પંજાબમાં રાજનૈતિક પાર્ટીઓની રેલીઓ દરમ્યાન પણ આતંકી હુમલો થવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, રાજાસાંસીમાં રવિવારે એક ધાર્મિક સભામાં ગ્રેનેડ હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે, અને કેટલાએ લોકો ઘાયલ પણ થયા છે. નજરે જોનારા લોકો અનુસાર, અધિવાલા ગામમાં નિરંકારીઓની એક ધાર્મિક સભામાં મોટરસાઈકલ પર આવેલા અજાણ્યા લોકોએ ગ્રેનેડ ફેંક્યો.

ઘટના સ્થલ પર પહોંચેલા પંજાબ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, એક ગ્રેનેડ ફેંકવામાં આવ્યો, જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા છે.

ઉલ્લેખનીય છે કે, હમણાં જ પંજાબ પોલીસની ગુપ્ત એજન્સીએ કહ્યું હતું કે, રાજ્યમાં જૈશ-એ-મોહમ્મદના 6-7 આતંકવાદીઓ પંજાબમાં ઘુસી ચુક્યા છે. આ લોકો હાલમાં પંજાબના ફિરોઝપુરના આસપાસ હોઈ શકે છે. ત્યારબાદ પૂરા રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ બાદ સમાચાર આવ્યા હતા કે, આતંકવાદી પંજાબમાં આવેલી આરએસએસની શાખાઓને નિશાન બનાવી શકે છે.
Published by: kiran mehta
First published: November 18, 2018, 3:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading