ધૂમાડાનાં ગોટેગોટા જોઇ બધા જીવ બચાવવા ભાગ્યા: અમૃતસર હુમલાના સાક્ષીઓ

News18 Gujarati
Updated: November 19, 2018, 11:32 AM IST
ધૂમાડાનાં ગોટેગોટા જોઇ બધા જીવ બચાવવા ભાગ્યા: અમૃતસર હુમલાના સાક્ષીઓ
આક્રંદ કરતા પરિવારજનો

નિરંકારિઓ ઉપર થયેલા હુમલાબાદ ઘટનાના દ્રશ્યોને યાદ કરતા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, ઘટનાથી તેઓ સ્તબ્ધ છે.

  • Share this:
અમૃતસરના નિરંકારી ભવમાં એક ધાર્મિક સમાગમમાં જોડાયેલા 200 શ્રદ્ધાળુઓને એ સમયે પોતાનો જીવ બચાવીને ભાગવું ડ્યું જ્યારે રવિવારે બાઇક ઉપર સવાર બે લોકોએ હેન્ડગેનેડ ફેક્યો હતો. નિરંકારિઓ ઉપર થયેલા હુમલાબાદ ઘટનાના દ્રશ્યોને યાદ કરતા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, ઘટનાથી તેઓ સ્તબ્ધ છે. તેમણે જણાવ્યું કે અમૃતસર બહારના વિસ્તારમાં સ્થિત આ ભવનમાં હેન્ડગ્રેનેડ ફેંક્યા પહેલા સુધી રવિવારની એક સામાન્ય સભા હતી.

સિમરનજીત કોરના પરિવારે જણાવ્યું કે, 'દર રવિવારે હું આ ભવનમાં સેવા આપું છું. હું એ સમયે મંચ પાસે જ ફરજ બજાવતી હતી. મેં એક યુવકને કંઇક ફેંકીને ભાગતા જોયો હતો. એનો ચહેરો ઢાંકેલો હતો. ત્યાં વિસ્ફોટ પછી ધૂમાડાના ગોટેગોટા થઇ ગયા હતા. દરેક લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતા.'

આ પણ વાંચોઃ-નિરંકારી ભવનમાં બ્લાસ્ટ બાદ બઠિંગામાં હથિયાર સાથે 2 શંકાસ્પદની ધરપકડ

એક વ્યક્તિએ જણાવ્યું કે, તેની પુત્રી પ્રવેશ દ્વાર પર ફરજ બજાવતી હતી. 'તેણે મને જણાવ્યું કે, બે લોકો ત્યાં આવ્યા અને તેના ઉપર પિસ્તોલ ધરી દીધી જેના તે ડરી ગઇ હતી.' ભવનની અંદર હાજર એક શ્રદ્ધાળુએ જણાવ્યું કે, 'મેં વિસ્ફોટ બાદ સ્થળ ઉપર લોહી જોયું. પરંતુ મેં હુમલાખોરોને જોયા નહીં.'

આ પણ વાંચોઃ-અમૃતસરના નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલો, ધમાકામાં 3 લોકોના મોત

ગુરપ્રીત સિંહ નામના એક અન્ય વ્યક્તિએ જણાવ્યું કે આ ભવન પાસે જ રહે છે. તેણે જણાવ્યું કે, જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મેં જોયું કે ઘાયલ લોકોને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઇ જવાયા છે.'
First published: November 19, 2018, 8:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading