માતા અમૃતાનંદમયીના માતા દમયંતીયમ્માનું નિધન, લાંબા સમયથી બીમાર હતા
માતા અમૃતાનંદમયી
હિન્દુ ધર્મગુરુ માતા અમૃતાનંદમયીની માતા માં દમયંતીમ્માનું સોમવારે બપોરે નિધન થયું છે. એમ કહેવાઈ રહ્યું છે કે તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા અને પછી તેમનું નિધન થઈ ગયું છે. તેઓ 97 વર્ષના હતા. દમયંતીયમ્માએ અમૃતાપુરી સ્થિત પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા હતા.
તિરુવનંતપુરમઃ હિન્દુ ધર્મગુરુ માતા અમૃતાનંદમયીની માતા માં દમયંતીયમ્માનું સોમવારે બપોરે નિધન થયું છે. એમ કહેવાઈ રહ્યું છે કે તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા અને પછી તેમનું નિધન થઈ ગયું છે. તેઓ 97 વર્ષના હતા. દમયંતીયમ્માએ અમૃતાપુરી સ્થિત પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા હતા.
અંતિમ સંસ્કાર અમૃતપુરી આશ્રમમાં થશે
દમયંતીયમ્માના નિધન પછી સંસ્થાએ કહ્યું કે અમે ભારે મનથી માતા અમૃતાનંદમયી દેવી(અમ્મા)ની માતા દમયંતી અમ્માના નિધનની જાહેરાત કરીએ છીએ. દમયંતીયમ્માએ 97 વર્ષની ઉંમરે કેરળના કોલ્લમ જિલ્લાના અમૃતાપુરી આશ્રમમાં પોતાને ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. સોમવારે બપોરે 2.50 વાગ્યે તેમનું નિધન થયું હતું. દમયંતીયમ્માના નિધન પછી એમ કહેવાઈ રહ્યું છે કે તેમના અંતિમ સંસ્કાર અમૃતપુરી આશ્રમમાં થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર