Super Cyclone Amphan: આવી રહ્યું છે સદીનું પહેલું સુપર સાઇક્લોન, ઓડિશા-બંગાળમાં તબાહીનો ખતરો

News18 Gujarati
Updated: May 19, 2020, 7:50 AM IST
Super Cyclone Amphan: આવી રહ્યું છે સદીનું પહેલું સુપર સાઇક્લોન, ઓડિશા-બંગાળમાં તબાહીનો ખતરો
‘અમ્ફાન’ નામનું આ સુપર સાઇક્લોન બુધવારે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાશે, કેટલું ખતરનાક છે આ વાવાઝોડું?

‘અમ્ફાન’ નામનું આ સુપર સાઇક્લોન બુધવારે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાશે, કેટલું ખતરનાક છે આ વાવાઝોડું?

  • Share this:
નવી દિલ્હીઃ ભારતમાં આ સદીનું સુપર સાઇક્લોન આવવાનું છે. ‘અમ્ફાન’ નામનું આ સુપર સાઇક્લોન (Super Cyclone Amphan) 20 મે એટલે કે બુધવારે પશ્ચિમ બંગાળ (West Bengal)ના દરિયાકાંઠે ટકરાશે. 20 વર્ષ બાદ ભારત (India) પર કોઈ સુપર સાઇક્લોનનો ખતરો ઊભો થયો છે. આ પહેલા વર્ષ 1999માં સુપર સાઇક્લોને ઓડિશા (Odisha)માં તબાહી વરસાવી હતી. સુપર સાઇક્લોનની કેટેગરીમાં તે વાવાઝોડાઓને રાખવામાં આવે છે જેની ઝડપ 240-250 કિલીમીટર પ્રતિ કલાકથી વધુ હોય.

કેટલું ખતરનાક છે વાવાઝોડું?

હવામાન વિભાગ (IMD)ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાએ જાણકારી આપી છે કે સાઇક્લોન અમ્યફનો રસ્તો 2019માં આવેલા બુલબુલ તોફાન જેવો છે. પરંતુ હવે તે જમીન સાથે ટકરાશે તો 1999ના સુપર સાઇક્લોન ફાની જેટલી પ્રચંડ નહીં રહે.

આ પણ વાંચો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 મેના રોજ કરશે ‘મન કી બાત’, આ દિવસે ખતમ થશે Lockdown 4.0

હાલની સ્થિતિ

પશ્ચિમ બંગાળ અને ઓડિશાના અનેક વિસ્તારોમાં સુપર સાઇક્લોન અમ્ફાનની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. ઝડપી પવાનોની સાથે સતત વરસાદ પડી રહ્યો છે. સાંજ સુધીમાં પવનની ઝડપ વધી જશે. ત્યારબાદ 20ની સવાર બાદ વાવાઝોડાની ઝડપ 200 કિલોમીટર પ્રતિ કલાકને પાર થઈ જશે. 

આ પણ વાંચો, શિલ્પા શેટ્ટીના 7 વર્ષના દીકરાએ મારી એવી બૅક ફ્લિપ, વીડીયો થયો વાયરલ
First published: May 19, 2020, 7:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading