#AmitShahToNews18: અમિત શાહ સાથેના Exclusive ઇન્ટરવ્યૂની 10 ખાસ વાતો

#AmitShahToNews18: અમિત શાહ સાથેના Exclusive ઇન્ટરવ્યૂની 10 ખાસ વાતો
ઈન્ટરવ્યૂ આપતા અમિત શાહ

EXCLUSIVE Interview અમિત શાહેર કોરોના મહામારી, બિહાર વિધાનસબા ચૂંટણી, પશ્વિમ બંગાળના અમ્ફાન ચક્રવાત, નીતિશ કુમાર સાથેના ગઠબંધન, ચિરાગ પાસવાન, ચીન સાથેના સીમા વિવાદ ઉપરાંત તનિષ્કના વિજ્ઞાપન ઉપરના વિવિદા સહિતના મુદ્દાઓ ઉપર વાત કરી હતી.

 • Share this:
  નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) ન્યૂઝ18 નેટવર્ક સમૂહના (News18 Network)ના એડિટર ઈન ચીફ રાહુલ જોશી (Rahul Joshi)ને Exclusive ઈન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં તેમણે કોરોના મહામારી (coronavirus), બિહાર વિધાનસબા ચૂંટણી (Bihar election 2020), પશ્વિમ બંગાળના અમ્ફાન ચક્રવાત, નીતિશ કુમાર સાથેના ગઠબંધન, ચિરાગ પાસવાન, ચીન સાથેના સીમા વિવાદ ઉપરાંત તનિષ્કના વિજ્ઞાપન ઉપરના વિવિદા સહિતના મુદ્દાઓ ઉપર વાત કરી હતી. તો ચાલો જાણીએ અમિત શાહના ઈન્ટરવ્યૂની 10 ખાસ વાતો..

  1- ખાસ વાતચીતમાં અમિત શાહે પહેલીવાર તનિષ્કના વિજ્ઞાપન ઉપર થયેલા વિવાદ ઉપર પ્રતિક્રિયા આપી હતી. શાહે કહ્યું કે સોશિયલ હાર્મોની નાના-માટો હુમલાઓ તોડી નથી શકતા. અંગ્રેજોએ તોડવાની કોશિશ કરી, કોંગ્રેસ પણ કરી પરંતુ સફળ ન થયા. મારું કહેવું છે કે કોઈપણ પ્રકારની ઓવર એક્ટિવિઝ્મ ન થવી જોઈએ.  2- શાહે કહ્યું કે અમે પહેલાતી જ નક્કી કર્યું હતું કે, 2020ના બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડીશું. હું અફવાઓ ઉપર ફૂલ સ્ટોપ લગાવતા કહેવા માગું છું કે નીતિશ કુમાર જ બિહારના આગામી મુખ્યમંત્રી બનશે. જ્યારથી એનડીએ બન્યું ત્યારથી નીતિશ કુમાર અમારા સાથી છે. નીતિશ સાથે ગઠબંધન તોડવાનું કોઈ કારણ નથી.

  આ પણ વાંચોઃ-#AmitShahToNews18 : બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો નિર્ણય બંધારણ અનુસાર લેવાશેઃ અમિત શાહ

  3- છેલ્લા દિવસોમાં કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નિધન ઉપર દુઃખ વ્યક્ત કરતા શાહે કહ્યું કે તેમણે સામાજિક ન્યાય માટે બહુ મોટું કામ કર્યું છે. તેઓ દલતિના મોટા નેતા રહ્યા છે. હું તેમને શ્રદ્ધાંજલિ આપવા માગું છું. તેમણે કહ્યું કે સાથી જવાનું દુઃખ પણ હોય છે અને નુકસાન પણ હોય છે. અમારું ગઠબંધ સામાજિક રુપથી ખૂબ જ મજબૂત છે.

  આ પણ વાંચોઃ-અમિત શાહે કહ્યું LJPને યોગ્ય સંખ્યામાં જ સીટોની રજૂઆત કરાઈ, મેં ચિરાગ સાથે વાત કરી

  4- લાલૂ ઉપર નિશાન સાધતા અમિત શાહે જણાવ્યું હતું કે, લાલુ જીના રાજમાં જંગલ રાજ હતું, ધંધા ચોપટ હતા. ચારા ઘોટાલા થયો. તમામ ભ્રષ્ટાચાર થયા. નીતિશ કુમાર અને કેન્દ્રમાં મોદીના રાજમાં જનતા અને અસલ વિકાસને ઓળખવાનો છે. બિહારને વધારાની રાશિ પણ આપવામાં આવી હતી. જ્યારે લાલૂજીના 15 વર્ષ હતા ત્યારથી સરેરાશ વિકાસ દર 3.16 હતો અને આજે વિકાસ દર 11.20 છે.

  આ પણ વાંચોઃ-Bihar Election: અમિત શાહે કહ્યું BJPને મળશે વધારે સીટો, ત્યારે પણ નીતિશ કુમાર જ બનશે CM

  5- ચીન મુદ્દા ઉપર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે આપમા દેશની એક ઈંચ પણ જમીન માટે અમે જાગૃત છીએ. આ અંગે વિદેશ મંત્રી અને રક્ષા મંત્રી નવિદેન આપી ચૂક્યા ચે. ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિનના નિવેદન ઉપર નથી કહી કહ્યો પરંતુ દરેક દેશ હંમેશા યુદ્ધ માટે તૈયાર જ રહેતો હોય છે. એટલા માટે જ સેના હોય છે. રાહુલજી પાસે કોઈ ડેટા હોતો નથી. ધડ માથા વગરની વાતો કરે છે.

  6- બિહાર વિધાનસભા ચૂંટણીમાં સુશાંત સિંહ રાજપૂતના મોત મુદ્દો બનવા અંગે શાહે કહ્યું કે મને ખબર નથી કે ચૂંટણીમાં કેટલો મોટો મુદ્દો છે. પરંતુ જો પહેલાથી જ સીબીઆઈને કેસ આપી દીધો હતો તો આ મુદ્દો ના બન્યો હતો. જ્યારે પણ કોઈનું અપમૃત્યું થાય છે તો તેની તપાસ કરાવી દેવી જોઈએ.

  7- જમ્મુ કાશ્મીરની સ્થિતિ ઉપર શાહે કહ્યું કે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ મેન્ટેન છે. અહીં વિકાસ થોડો વધારે થઈ શક્યો હતો પરંતુ કોવિડના કારણે અડચણ આવી છે. હવે મનોજ જી ત્યાં ગયા છે. 5-6 મહિનામાં તમને ત્યાં સારું દેખાશે.

  8- આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમાં લોક જનશક્તિ પાર્ટીના ગઠબંધનથી અલગ લડવા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ચિરાગ પાસવાનની આગેવાની વાળી એલજેપીએ એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. જોકે, ચૂંટણી લડવા માટે યોગ્ય સીટોની રજૂઆત કરાઈ હતી.

  9- શિવસેના બાદ અકાલી દળએ એનડીએને છોડ્યા ઉપર શાહે કહ્યું કે અમે કોઈનો સાથ છોડ્યો નથી પરંતુ તેમણે અમારો સાથ છોડ્યો છે. અમે આવા શું કરી શકીએ. અકાલુ દળનો મુદ્દો કૃષિ બિલ છે. પરંતુ વિપક્ષ દ્વારા ખેડૂતોને ભડકાવામાં આવી રહ્યા છે. MSP રિઝીમ બંધ કરવાની કોઈ વાત નથી. એટલા માટે આનું આંદોલન ઉઠી શકતું નથી.

  10- સુશાંત સિંહ રાજપૂતના મોતની ઘટના ટીઆરપી ગેમ ઉપર બોલતા શાહે કહ્યું કે ટીઆરીપ લેવા માટે વાતોને વધારવી યોગ્ય નથી. જો કોઈ વાતને ઢાંગવામાં આવે તો જરૂર ખબર બને પરંતુ મીડિયા ટ્રાયલ ન હોવું જોઈએ. ડ્રગના મુદ્દાને બોલિવૂડથી જોડીને નથી જોતો. એનસીબી તપાસ કરી રહી છે.
  Published by:ankit patel
  First published:October 17, 2020, 22:55 IST

  ટૉપ ન્યૂઝ