મહાનાયક અમિતાભ બચ્ચન દેશનાં ખેડૂતોની પીડાને સમજીને 1300 દેવાદાર ખેડૂતોનાં બેંકોની લોન પોતે ભરીને ખેડૂતોને દેવામાંથી મુક્તિ અપાવી છે. બચ્ચને ઉત્તર પ્રદેશનાં ખેડૂતોનાં દેવાના પૈસા ભર્યા છે.
અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને લખ્યુ હતું કે, ઉત્તર પ્રદેસનાં ખેડૂતોની લોન ભરી દીધી છે. આ ખેડૂતોમાંથી કેટલાક ખેડૂતો માટે વારાણસીથી મુંબઇ બોલાવ્યા અને બેંક સાથે વન ટાઇમ સેટલમેન્ટ કરી લોન ભરી દીધી છે”.
અમિતાભ બચ્ચન આ દેવાદાર ખેડૂતોમાંથી કેટલાક ખેડૂતોને વ્યક્તિગત રીતે મળ્યા હતા અને બેંક લેટર હાથોહાથ આપ્યા હતા. 1398 ખેડૂતોમાંથી કેટલાક ખેડૂતોને વ્યક્તિગત રીતે મળીને બેંકનાં વન ટાઇમ સેટલમેન્ટનાં સર્ટિફિકેટ આપ્યા હતા. આ પછી અમિતાભ બચ્ચેને લખ્યું કે, ઘરની લક્ષ્મી (બચ્ચનની દિકરી શ્વેતા)એ ખેડૂતોને આ સર્ટિફિકેટ આપ્યા. લક્ષ્મીએ ધનની માતા છે. શ્વેતા એ અમારા ઘરની લક્ષ્મી છે”. અમિતાભ બચ્ચને શ્વેતા ખેડૂતોને બેંક લેટર આપતા હોય તે ફોટા પણ તેમના બ્લોગ પર શેર કર્યા હતા.
બોલિવૂડનાં મહાનાયકે ઉત્તરપ્રદેશથી 70 ખેડૂતોને આમંત્રણ આપ્યુ હતું અને મુંબઇ બોલાવ્યા હતા અને આ માટે તેમણે ટ્રેનનો એક આખો ડબ્બો બુક કરાવ્યો હતો અને આ તમામ ખેડૂતોને બચ્ચન વ્યક્તિગત રીતે મળ્યા હતા.
આ પહેલા 2017માં પણ મહાનાયક બચ્ચે 350 ખેડૂતોનાં દેવા પોતે ભરી દીધા હતા. આ સિવાય, શહિદ થયેલા 44 જવાનનાં પરિવારોને મદદ કરી હતી. આ સમયે પણ બચ્ચને તેમના પત્નિ જયા બચ્ચન સાથે ખેડૂતો અને જવાનોનાં પરિવારજનોને બેંક લેટર આપ્યા હતા.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર