કોલકાતા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Elections)ને ધ્યાને લઈ પ્રચાર અભિયાનમાં લાગેલા કેન્રી.મય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ ‘બહારના લોકો’ (Outsiders)ના મુદ્દે રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) પર નિશાન સાધ્યું છે. તેઓએ રાજ્યમાં મોટી જીતની વાત કહી છે. આ દરમિયાન તેઓએ રાજ્યમાં ફેલાઈ રહેલા કોરોના વાયરસ (Coronavirus), નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને ખેડૂતો (Farmers) મુદ્દે વાત કરી. તેઓએ એ સ્પષ્ટ કર્યું કે પંજાબમાં બીજેપીને થોડીક મુશ્કેલીઓનો સામનો ચોક્કસ કરવો પડ્યો છે.
મમતા બેનર્જી બીજેપી પર આક્ષેપ કરતાં તે બહારની પાર્ટી હોવાના આરોપ લગાવી રહી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં અમિત શાહે આ મુદ્દાઓ પર વાત કરી. તેઓએ કહ્યું કે અમારે આ વિશે કંઈ કહેવાની જરૂર નથી. બંગાળના લોકોએ પહેલા જ નક્કી કરી દીધું છે. તેઓએ કહ્યું કે જો આ જ કોન્સેપ્ટ છે તો શું રવિન્દ્રનાથ ટેગોર ઉત્તર પ્રદેશ માટે બહારના છે. તેલંગાણા અને તમિલનાડુ માટે શું સુભાષચંદ્ર બોઝ બહારના છે. આ દરમિયાન અમિત શાહે સ્પષ્ટ કર્યું કે રાજ્યના મુખ્યમંત્રી બંગાળના જ હશે. જોકે તેઓએ મુખ્યમંત્રી પદ માટે કોઈ ચહેરાની ઘોષણા નથી કરી.
અમિત શાહે કહ્યું કે, ટીકાકારો માને છે કે બીજેપી પશ્ચિમ બંગાળમાં વોટ મેળવવા માટે જાતિવાદની રાજનીતિ કરી રહી છે. જ્યારે પરિણામ આવશે તો દીદીને ખબર પડશે કે તેમને બધા લોકોએ હરાવ્યા છે. માત્ર એક જાતિએ નહીં. સમગ્ર બંગાળે હરાવ્યા છે. ગૃહ મંત્રીને એ વાત પર ભરોસો છે કે બીજેપી બંગાળમાં સરકાર બનાવવા જઈ રહી છે. તેઓએ કહ્યું છે કે નવેમ્બર 2017થી જ કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી આ ચૂંટણીમાં 200થી વધુ સીટો જીતશે.
CAA અને કૃષિ કાયદાને લઈ શું કહ્યું?
આસામમાં CAAને લઈને શાહે કહ્યું કે આ એક કાયદો છે અને તેને લાગુ કરવામાં આવવાનો છે. તેઓએ કહ્યું કે મને લાગે છે કે CAA કાયદો દેશ માટે સારો છે અને દેશની ભલાઈ માટે બનાવવામાં આવ્યો છે. તે એ મુદ્દાઓ વિશે છે જે લાખો લોકોને પ્રભાવિત કરે છે અને અમે લોકોને આ વિશે અંધારામાં ન રાખી શકીએ. તેઓએ કહ્યું કે તેને લાગુ કરવામાં આવશે.
નવા કૃષિ કાયદાને કારણે ખેડૂતોએ ઉગ્ર પ્રદર્શનો કર્યા હતા. ત્યારબાદ બીજેપીની આકરી ટીકા થઈ હતી. આ વિરોધ પ્રદર્શનમાં પંજાબ અને હરિયાણા ખેડૂતોએ મોટી ભૂમિકા નિભાવી હતી. એવામાં પાર્ટીને પંજાબમાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શાહે કહ્યું કે કેટલીક તકલીફો થઈ ગઈ છે, પરંતુ અમે તેની પર કામ કરી રહ્યા છીએ. અમે લોકોને સમજાવી રહ્યા છીએ કે આ ખેડૂતોની ભલાઈ માટે છે અને મને વિશ્વાસ છે કે લોકો સમજી જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર