હૈદરાબાદઃ ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણી (Greater Hyderabad civic elections)માં પ્રચાર અભિયાનમાં સામેલ થવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) હૈદરાબાદ પહોંચ્યા. અહીં બેગમપેટ એરપોર્ટ પર અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બીજેપીના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે ત્યારબાદ શહેરના કેન્દ્રમાં સ્થિત ભાગ્યલક્ષ્મી મંદિરમાં પૂજા-અર્ચના કરી.
મંદિરમાં દર્શન કર્યા બાદ અમિત શાહે સિકંદરાબાદમાં રોડ શો કર્યો. આ દરમિયાન રસ્તા પર લોકોની ભારે ભીડ જોવા મળી. ભીડે અમિત શાહ પર ફુલો વરસાવીને અભિવાદન કર્યું. આ દરમિયાન લોકો ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા હતા. અમિત શાહે ત્યારબાદ બીજેપી કાર્યાલય જશે અને પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે.
1 ડિસેમ્બરે યોજાવાની છે ચૂંટણી
હૈદરાબાદમાં આગામી 1 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. બીજેપી સતત મોટાપાયે ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. ચારમીનારની પાસે આવેલા ભાગ્યલક્ષ્મી મંદિરમાં પૂજા કર્યા બાદ અમિત શાહ બીજેપી કાર્યકર્તાઓની સાથે બેઠક કરશે.
આ પણ વાંચો, Goldના ભાવમાં 8,000 રૂપિયા અને Silverમાં 19,000 રૂપિયાથી વધુનો ઘટાડો, જાણો કેવો રહેશે ટ્રેન્ડ
બીજેપીના તેલંગાણા એકમના પ્રવક્તા સુભાષે જણાવ્યું હતું કે, આ ચૂંટણી ભ્રષ્ટ ટીઆરએસ અને પારદર્શી બીજેપીની વચ્ચે છે. આ લડાઈ તાનાશાહી અને લોકતંત્રની વચ્ચે છે. તેઓએ જાણકારી આપી હતી કે બીજેપીના કેન્દ્રીય નેતા ટીઆરએસની ભ્રષ્ટ સરકારનો પર્દાફાશ કરવા માટે હૈદરાબાદ આવી રહ્યા છે.
આ પણ વાંચો, 'મન કી બાત'માં PM મોદીએ કહ્યુ, નવા કૃષિ કાયદાથી ખેડૂતોને અનેક અધિકાર મળ્યા
ખાસ વાત એ છે કે બીજેપીના આટલા વિશાળ પ્રચાર અભિયાનને લઈ અનેક પાર્ટીઓ સતત પ્રતિક્રિયા આપી રહી છે. અમિત શાહના પ્રવાસ પહેલા તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કહ્યું હતું કે, કેટલીક ભાગલાવાદી તાકાતો હૈદરાબાદમાં ઘૂસવા અને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. શું આપણે તેમને આવું કરવા દઈશું. આપણે આપણી શાંતિને ગુમાવતા જઈ રહ્યા છીએ.
Published by:Mrunal Bhojak
First published:November 29, 2020, 13:25 pm