અમિત શાહનો વિપક્ષને પડકાર, CAA અંગે એક ઈંચ પણ પાછા નહીં હટીએ

જોધપુર રેલીમાં અમિત શાહની તસવીર

અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના જનજાગરણ અભિયાનમાં જનસભા સંબોધી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી શાહે પોતાને સંબોધનની શરુઆત મારવાડની વીરભૂમિને નમન કરતા કરી હતી.

 • Share this:
  જોધપુરઃ કેન્દ્રીય ગૃહમંત્રી (Home minister) અમિત શાહે (Amit Shahs) શુક્રવારે જોધપુરમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA)સમર્થનમાં એક રેલીને સંબોધિત કરતા સ્પષ્ટ કર્યું હતું કે, સરકાર આ અંગે એક ઈંચ પણ પાછળ નહીં હટે. તેમણે કોંગ્રેસ ઉપર હુમલો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ (Congress) નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં કુપ્રાચર કર્યો છે. વિપક્ષ દેશને ગુમરાહ કરી રહ્યું છે. પરંતુ સીએએ ઉપર સરકાર એક ઈંચ પણ પાછળ નહીં હટે. ભલે બધા વિપક્ષ એકઠાં કેમ ન થઈ જાય.

  અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના જનજાગરણ અભિયાનમાં જનસભા સંબોધી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી શાહે પોતાને સંબોધનની શરુઆત મારવાડની વીરભૂમિને નમન કરતા કરી હતી. તેમણે કહ્યું હતું કે, મારવાડની ભૂમી દુશ્મનો સામે ક્યારે ઝુકી નથી.

  આ પણ વાંચોઃ-કિર્તીદાન ગઢવીને જ્ઞાતિ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી ભારે પડી, નાયક-ભોજક સમાજમાં રોષ

  શાહે વધુમાં જણાવ્યું હતું કે, નાગરિકતા કાયદના સમર્થનમાં દેશમાં જનજાગરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વોટબેન્કની રાજનીતિ કરનાર વિરોધ કરી રહ્યા છે. અમે દેશની જનતા સામે પોતાનો પક્ષ મુકી રહ્યા છીએ. વિરોધ કરનાર દરેક પાર્ટીઓને પડકાર આપું છું કે, જો કાયદો વાંચ્યો છે તો ગમે ત્યાં ચર્ચા કરવા આવી શકે.

  આ પણ વાંચોઃ-ટેલીગ્રામમાં આવ્યું નવું અપડેટ, વોટ્સએપને આપશે ટક્કર

  જોધપુરમાં અમિત શાહના ભાષણની ખાસ વાતો

  •  ધર્મના આધાર ઉપર દેશને વહેચવો ન જોઈએ, કોંગ્રેસ પાર્ટીએ ધર્મના આધાર ભાગલા પાડ્યા છે

  •  પાકિસ્તાન, બાંગ્લાદેશમાં અલ્પશંખ્યક ઝડપથી ઘટી રહ્યા છે. હેરાનગતીની પરાકાષ્ઠાનો શિકાર બનેલા શરણાર્થીઓની કોઈએ ચિંતા કરી નથી.

  •  56 ઈંચની છાતી વાળા આદમીએ હિંમત દેખાડી છે, શરણાર્થીઓને માનવાધિકારોની ચિંતા કરી છે. હું ડંકેની ચોટ ઉપર કહેવા માંગુ છું કે, ભારત આવેલા શરણાાર્થીઓનું ભારત પોતાનું છે.

  •  મોદી સરકાર વોટ બેન્કની રાજનીતિ નથી કરતી. ભારતમાં અલ્પસંખ્યકોને બહુ માન સમ્માન રાખ્યું છે, અફઘાનિસ્તાનમાં માત્ર 500 અલ્પસંખ્યક બચ્યા છે.

  •  કોંગ્રેસ નેતાઓના વચનનું પાલન કોંગ્રેસે કર્યું નથી. પરંતુ અમે કરીશું

  •  દેશમાં આવેલા વિસ્થાપિતોમાં 70 ટકા દલિત. સપા અને બસપા ઉપર નિશાન સાધ્યું હતું. નાગરિક્તા સંશોધન કાયદાનો વિરોધ કરીને દલિતોનો વિરોધ કરી રહ્યા છે

  •  આ કાયદાના આવ્યા પછી હિંસા ભડકાવવામાં આવી, વિરોધ કરનારને કહેવા માંગુ છું કે, એટલું સરળ નથી હોતું લોકોને ગુમરાહ કરવું

  •  ભાજપ દેશવ્યાપી જનજાગરણ શરુ કરી રહી છે. 500 સભાઓ કરીનેકાયજો જણાવશે.

  •  કોંગ્રેસને દેશહિતના મુદ્દાઓ ઉપર વિરોધ કરવાની આદત પડી ગઈ છે. ટ્રિપલ તલાક, 370 કલમ, રામ મંદિર, એર સ્ટ્રાઈકનો વિરોધ કર્યો.

  Published by:ankit patel
  First published: