Home /News /national-international /

EXCLUSIVE: હિજાબ વિવાદ પર અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- ડ્રેસ કોડને તમામ ધર્મના લોકો માને

EXCLUSIVE: હિજાબ વિવાદ પર અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- ડ્રેસ કોડને તમામ ધર્મના લોકો માને

નેટવર્ક18ના એમડી અને ગ્રુપ એડિટર-ઇન-ચીફ રાહુલ જોશીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે વિશેષ વાત કરી.

નેટવર્ક18ના એમડી અને ગ્રુપ એડિટર-ઇન-ચીફ રાહુલ જોશીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) સાથે EXCLUSIVE વાત કરી હતી. ઈન્ટરવ્યુમાં ગૃહમંત્રીએ પહેલીવાર હિજાબ વિવાદ પર કહ્યું, 'તમામ ધર્મના લોકોએ સ્કૂલના ડ્રેસ કોડ પર વિચાર કરવો જોઈએ.'

વધુ જુઓ ...
    દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી, ધ્રુવીકરણની રાજનીતિ, હિજાબ વિવાદ, સીએએનો મુદ્દો, કોરોના પર ચર્ચા, આતંકવાદ, યોગી આદિત્યનાથના સીએમ બનવા અંગેની આશંકાઓ જેવા અનેક સૂચક મુદ્દાઓ છે, જેની હાલ સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. આ તમામ મુદ્દાઓ પર, નેટવર્ક18ના એમડી અને ગ્રુપ એડિટર-ઇન-ચીફ રાહુલ જોશીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) સાથે EXCLUSIVE વાત કરી હતી. ઈન્ટરવ્યુમાં ગૃહમંત્રીએ પહેલીવાર હિજાબ વિવાદ પર કહ્યું, 'તમામ ધર્મના લોકોએ સ્કૂલના ડ્રેસ કોડ પર વિચાર કરવો જોઈએ.' તેમણે કહ્યું કે હાલ મામલો કોર્ટમાં છે. કોર્ટે આપેલા નિર્ણયનું પાલન કરવું જોઈએ.

    ગૃહમંત્રીએ કહ્યું, 'શાળાઓમાં બાળકોને ધર્મથી ઉપર રાખવા જોઈએ. હિજાબ વિવાદ પર પહેલીવાર ગૃહમંત્રીએ કહ્યું, 'વિરોધીઓના ઇરાદા સફળ નહીં થાય. તેમના પ્રયત્નો નિષ્ફળ જશે.’

    આ પણ વાંચો- પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત લેવા હાર્દિક પટેલની સરકારને ચેતવણી, માર્ચ મહિનાનો આવો છે એક્શન પ્લાન

    શાળાને ધર્મથી ઉપર રાખવી જોઈએ

    ગૃહમંત્રીએ કહ્યું,'હું અંગત રીતે માનું છું કે શાળામાં ડ્રેસ કોડનું દરેક વ્યક્તિએ પાલન કરવું જોઈએ. પરંતુ મામલો કોર્ટમાં છે અને કોર્ટનો નિર્ણય દરેકને સ્વીકારવો જોઈએ. જ્યાં સુધી કોર્ટ ચુકાદો ન આપે ત્યાં સુધી મારી અંગત માન્યતા યથાવત છે. પરંતુ જો કોર્ટ તેના પર નિર્ણય કરે તો મારે પણ તેનો સ્વીકાર કરવો જોઈએ.

    આ પણ વાંચો- કર્ણાટક સરકારનું હાઇકોર્ટમાં તર્ક: હિજાબને શૈક્ષણિક સંસ્થાઓની બહાર રાખો, ધાર્મિક પરંપરા જરૂરી નથી

    વ્યક્તિગત માનવું છે કે શાળા ડ્રેસ કોડ દ્વારા ચલાવવામાં આવવી જોઈએ

    ગૃહમંત્રીએ કહ્યું કે કોર્ટનો નિર્ણય ગમે તે હોય, પરંતુ મારો અંગત અભિપ્રાય છે કે શાળામાં જે ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે તેનું તમામ બાળકોએ પાલન કરવું જોઈએ. તેને તમામ ધર્મોથી ઉપર રાખવો જોઈએ. જ્યારે પૂછવામાં આવ્યું કે શું આમાં કોઈ પ્રકારનું ષડયંત્ર છે. ગૃહમંત્રીએ કહ્યું કે ઘણા લોકોનું ષડયંત્ર છે, પરંતુ કોર્ટના નિર્ણય પછી જનતા તેને સ્વીકારશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Amit shah, Hijab row, Karnataka news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन