અમિત શાહે ટીડીપીના ચંદ્રબાબુ નાયડૂને લખ્યો ખુલ્લો પત્ર

News18 Gujarati
Updated: March 24, 2018, 4:14 PM IST
અમિત શાહે ટીડીપીના ચંદ્રબાબુ નાયડૂને લખ્યો ખુલ્લો પત્ર

  • Share this:
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડૂને ખુલ્લો પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે એનડીએ સાથે ગઠબંધન તોડવાના નાયડૂના નિર્ણયને 'દુર્ભાગ્યપૂર્ણ' અને 'એકતરફી' ગણાવ્યો હતો.

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) દ્વારા સંબંધનો અંત લાવ્યાના એક અઠવાડિયા બાદ અમિત શાહે 23મી માર્ચના રોજ એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે લખ્યું છે કે આ નિર્ણય વિકાસના કામોની ચિંતા કર્યા વગર ફક્ત રાજકીય નફા-નુકસાન માટે લેવામાં આવેલો નિર્ણય હોય તેવું લાગી રહ્યું છે.

અમિત શાહે કહ્યું કે આંધ્ર પ્રદેશના વિકાસને લઈને મોદી સરકારની પ્રતિબદ્ધતા ખૂબ દ્રઢ છે, તેમજ આ અંગે કોઈ સવાલ ન ઉઠાવી શકે. એનડીએથી અલગ થવાના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ બતાવતા શાહે પત્રમાં લખ્યું છે કે આ નિર્ણય સંપૂર્ણ રીતે રાજનીતિથી પ્રેરિત છે અને આમાં પ્રદેશના વિકાસનો ખ્યાલ રાખવામાં આવ્યો નથી. શાહે લખ્યું છે કે ભાજપ હંમેશા વિકાસ અને કામની રાજનીતિમાં વિશ્વાસ રાખે છે, આ જ અમારો પ્રેરણાસ્ત્રોત છે.

શાહે લખ્યું છે કે આંધ્ર પ્રદેશના વિભાજનને લઈને આજ સુધી ભાજપે પ્રદેશના લોકોના અવાજને વાચા આપી છે અને લોકોના હિતમાં કામ કર્યું છે. અમે સતત તેલુગુ લોકો અને તેલુગુ રાજ્યના હિતમાં કામ કરી રહ્યા છીએ. કોંગ્રેસે પ્રદેશના વિભાજનમાં લોકોના હિતનું ધ્યાન રાખ્યું ન હતું, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસે પ્રદેશના વિભાજન વખતે લોકોની સંવેદનાનો બિલકુલ ખ્યાલ રાખ્યો ન હતો.

નોંધનીય છે કે ટીડીપીએ કેન્દ્ર સરકાર પર 2014માં આંધ્ર પ્રદેશના વિભાજન વખતે તેને વિશેષ દરજ્જો આપવા સહિતની માંગણી નહીં પૂરી કરવામાં આવ્યાનો આક્ષેપ લગાવીને એનડીએ સાથેથી ગઠબંધન તોડી નાખ્યું હતું. ટીડીપીએ બાદમાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ મોકલી હતી. જોકે, નીચલા ગૃહમાં હંગામાને કારણે આ પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકી ન હતી.
First published: March 24, 2018, 4:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading