Home /News /national-international /

PAK પર વધુ એક સ્ટ્રાઇક, પરિણામ પણ પહેલા જેવું જ : અમિત શાહ

PAK પર વધુ એક સ્ટ્રાઇક, પરિણામ પણ પહેલા જેવું જ : અમિત શાહ

ભારત પાકિસ્તાન મેચમાં સદી પૂરી કર્યા બાદ લોકોનું અભિવાદન કરતો રોહિત શર્મા

વર્લ્ડ કપ દરમિયાન ભારત તરફથી પાકિસ્તાને કારમી હાર આપ્યા બાદ ગૃહમંત્રીએ કર્યુ ટ્વિટ

    ન્યૂઝ18 ગુજરાતી : વર્લ્ડ કપમાં રવિવારે ભારતે પાકિસ્તાનને 89 રને હરાવી દીધું. ભારતીય ટીમની સામે પાકિસ્તાનના પ્લેયર્સ ટકી શક્યા નહોતા. વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાન પર ભારતની આ સતત 7મી જીત હતી. જીત બાદ દેશભરમા્ર ભારતીય ટીમ માટે શુભેચ્છા અને પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ તમામમાં જે સૌથી વધુ ચર્ચા રહ્યું તે હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ટ્વિટ.

    વધુ એક સ્ટ્રાઇક

    અમિત શાહે ભારતની જીત બાદ ટ્વિટ કર્યુ કે, ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન પર વધુ એક સ્ટ્રાઇક અને પરિણામ પણ તે જ રહ્યું. તેઓએ લખ્યું કે સમગ્ર ટીમને શાનદાર પ્રદર્શન માટે શુભેચ્છાઓ. દરેક ભારતીયને આ જીત પર ગર્વ છે અને તેનો ઉજવણી કરવામાં આવી રહી છે. અમિત શાહના આ ટ્વિટને સોશિયલ મીડિયા પર ઘણું શેર કરવામાં આવ્યું અને લોકોએ મોટી સંખ્યામાં પ્રતિક્રિયાઓ પણ આપી.

    ત્રણ વાર પડ્યો વરસાદ

    પાકિસ્તાની કેપ્ટન સરફરાજ અહમદે ટોસ જીત્યા બાદ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતીય ટીમે 50 ઓવર્સમાં 336 રનનો લક્ષ્ય પાકિસ્તાનની સામે મૂક્યો. પાકિસ્તાનની ઇનિંગ શરૂ થયા બાદ ત્રીજી વાર વરસાદ પડ્યા બાદ પાકિસ્તાનને 40 ઓવરમાં 302 રનનો સંશોધિત ટાર્ગેટ મળ્યો હતો. ત્રીજી વાર રમત રોકાવા સુધી પાકિસ્તાને 35 ઓવરમાં 6 વિકેટ પર 166 રન કર્યા હતા. રમત શરૂ થતાં પાકિસ્તાનને 40 ઓવરમાં 302 રન એટલે કે બાકીની પાંચ ઓવરમાં 136 રનનો ટાર્ગેટ મળ્યો. પાકિસ્તાની ટીમ 6 વિકેટ પર 212 રન જ કરી શકી.

    આ પણ વાંચો, વર્લ્ડ કપ 2019: જીતના એ 5 હીરો જેમણે પાક.નો સફાયો કરી દીધો
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: ICC Cricket World Cup 2019, Social media, Team india, TWEETER, અમિત શાહ, ગૃહમંત્રી, પાકિસ્તાન, હડતાલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन