ગૃહમંત્રી અમિત શાહ 'જમ્મુ-કાશ્મીર અનામત બિલ' રજૂ કરશે

અમિત શાહ

આ બિલનાં કારણે જમ્મુ-કાશ્મીરમાં આર્થિક રીતે પછાત વર્ગનાં લોકોને રાજ્ય સરકારમાં નોકરીની તકો મળશે.

 • Share this:
  નવી દિલ્હી: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં જમ્મુ એન્ડ કાશ્મીર રિઝર્વેશન અમેન્ડમેન્ડ બિલ રજૂ કરશે. અમિત શાહ તેમનું પહેલું બિલ રજૂ કરી લોકસભામાં તેમની ઇનિંગ શરૂ કરશે.

  ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત લોકસભામાં તેમનું પહેલું વક્તવ્ય પણ આપશે. કેન્દ્રિય કેબિનેટે આ બિલને મંજૂરી આપી દીધી હતી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ તેના પર મંજૂરીની મહોર મારી દીધી હતી.

  આ બિલનાં પ્રસ્તાવ કરવામાં આવ્યો છે કે, જમ્મુ અને કાશ્મીરમં આંતર રાષ્ટ્રીય સીમાની 10 કિલોમીટરની આસપાસ રહેતા પરિવારોને શિક્ષણ અને નોકરીમાં અનામત આપવી.

  આ બિલનાં કારણે જમ્મુ-કાશ્મીરમાં આર્થિક રીતે પછાત વર્ગનાં લોકોને રાજ્ય સરકારમાં નોકરીની તકો મળશે.

  આ સિવાય કેન્દ્રિય કાયદામંત્રી રવિ શંકર પ્રસાદ આધાર અને બીજા અન્ય અમેન્ડમેન્ડ બિલ રજૂ કરે તેવી શક્યતા છે.

  આ સ્ટોરી પણ વાંચો:  આનંદો! લઘુત્તમ સમાન વેતન માટે સરકાર સંસદમાં બિલ લાવશે
  Published by:Vijaysinh Parmar
  First published: