Home /News /national-international /

મિશન 2024: સીમાંચલમાંથી બિહાર ફતેહ કરશે ભાજપ, નીતિશ સાથે બ્રેકઅપ બાદ અમિત શાહની પ્રથમ રેલી

મિશન 2024: સીમાંચલમાંથી બિહાર ફતેહ કરશે ભાજપ, નીતિશ સાથે બ્રેકઅપ બાદ અમિત શાહની પ્રથમ રેલી

અમિત શાહની બિહાર મુલાકાત (ફાઈલ ફોટો)

Amit shah in Bihar: બિહારમાં નીતિશ સરકાર સાથે ગઠબંધન તૂટ્યા બાદ ફરી એક વાર રાજ્યમાં સત્તાના સમીકરણો બદલવા માટે અમિત શાહે બીડૂ ઉઠાવ્યું છે, જે અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રીએ સીમાંચલમાંથી રણશિંગૂ ફુંક્યું છે.

    પટના: ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય કહેવાતા અમિત શાહ શુક્રવારે બિહારના પ્રવાસે જઈ રહ્યા છે, તેઓ સીમાંચલમાં બે દિવસ રોકાશે. શુક્રવારે પૂર્ણિયામાં જાહેરસભા બાદ 24 સપ્ટેમ્બરે કાર્યકર્તાઓની સાથે બેઠક કરશે. 23 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રંગભૂમિ મેદાનમાં ભાજપની વિશાળ જનભાવના રેલીને સંબોધન કરશે. તેમાં લગભગ દોઢથી બે લાખ કાર્યકર્તાઓ સામેલ થવાની સંભાવના છે. સત્તાથીમાંથી બેદખલ થયા બાદ બિહારમાં ભાજપની આ પ્રથમ મોટી રેલી છે. શાહની આ રેલીથી બિહારથી 2024 લોકસભા ચૂંટણીની તૈયારીનું રણશિંગૂ ફુંક્યું હોવાનું મનાય છે.

    શનિવારે અમિત શાહ કિશનગંજ પ્રવાસે રહેશે. કિશનગંજમાં તેઓ બૂઢી કાલી મંદિરના દર્શન કરીને પૂજા અર્ચના કરશે. ત્યાર બાદ ફતેહપુર નેપાળ બોર્ડર પર આવેલા એસએસબી કેમ્પમાં જશે. અહીં અધિકારીઓ સાથે બેઠક કરશે અને સરહદ સુરક્ષા વ્યવસ્થાની શાહ સમીક્ષા કરશે.

    ભાજપે ભવ્ય તૈયારીઓ કરી


    શાહના સીમાંચલ પ્રવાસને લઈને ભાજપે ભવ્ય તૈયારીઓ કરી છે. પૂર્ણિયામાં અમિત શાહની રેલી માટે 56 સ્કેવર ફુટ લાંબા અને 28 સ્કેવર ફુટ પહોંળો મંચ બનાવામાં આવ્યો છે. મંચને ભગવા રંગે રંગવામાં આવ્યો છે. મંચ પર દશ ખુરશીઓ રહેશે. મંચની બાજૂમાં સેફ હાઉસ બનાવામા આવ્યું છે. જ્યાં એરપોર્ટથી આવ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી થોડો સમય રોકાશે. ત્યાર બાદ બાજૂમાં જ આવેલા વીઆઈપી લોંજમાં રોકાશે.

    આ પણ વાંચો: બિહારમાં સગીરા પર રેપ કર્યા પછી હત્યા કરાઈ, નગ્ન હાલતમાં શબને ફેંકવામાં આવ્યું

    અમિત શાહનો આવો છે કાર્યક્રમ


    કેન્દ્રીય ગૃહમંત્રી શુક્રવારે સવારે ચૂનાપૂર એરપોર્ટ પર પહોંચશે. ત્યાર બાદ તેઓ સીધા પૂર્ણિયાના રંગભૂમિ મેદાનમાં આવશે, અહીં બપોરે 12 કલાકે રેલી શરુ થશે જે 3 વાગ્યા સુધી ચાલશે. ત્યાર બાદ શાહ પાછા ચૂનાપુર એરપોર્ટ પર પરત આવશે, જ્યાંથી હેલીકોપ્ટર દ્વારા ખગડા કિશનગંજ માટે રવાના થશે. કિશનગંજમાં તેઓ માતા ગુજરી વિશ્વવિદ્યાલયમાં રોકાશે. સાંજના 4 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી અહં ભાજપ નેતાઓ સાથે બેઠક થશે અને બાદમાં ડિનર કાર્યક્રમ યોજાશે.

    આ પણ વાંચો: બિહારમાં રાજદ નેતાની ખેતરમાં ગોળી મારી હત્યા, મૃતક લાલૂ-તેજસ્વીના નજીકના ગણાતા હતા

    કાલી માતાના મંદિરે પૂજા અર્ચના કરશે


    આગામી દિવસે શનિવારે અમિત શાહ બૂઢી કાલી મંદિરના દર્શન કરીને પૂજા અર્ચના કરશે. ત્યાર બાદ ફતેહપુર નેપાળ બોર્ડર પર આવેલ એસએસબી કેમ્પ જશે. શાહ અહીં અધિકારીઓની સાથે બેઠક કરશે અને સરહદ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરશે. અહીં ફરી વાત માતા ગુજરી વિશ્વવિદ્યાલય પરત આવશે. જ્યાં જિલ્લા કોર કમિટિની બેઠક યોજશે. બાદમાં પૂર્ણિયા એરપોર્ટથી સાંજે દિલ્હી પરત જવા રવાના થશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Aamit shah, Bihar Elections, BJP leaders

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन