ન્યૂઝ 18 ગુજરાતી : કેન્દ્રીય મંત્રી મંડળમાં ગૃહમંત્રી તરીકેની જવાબદારી મળ્યા બાદ અમિત શાહે આજે બપોરે 12.00 વાગ્યે વિધિવત્ત રીતે ગૃહમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. ગૃહ મંત્રાલયમાં પહોંચી અને તેમણે રાજનાથસિંહની જગ્યાએ પદભાર સંભાળ્યો હતો. પદભાર સંભાળતાની સાથે જ અમિત શાહે એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. હાલમાં તેઓ ભાજપના અધ્યક્ષ પદે કાયમ છે પરંતુ પક્ષના બંધારણ મુજબ વહેલી તકે તેઓ પક્ષના પ્રમુખ તરીકે રાજીનામું આપશે. તેમની આગળની જવાબદારી દેશના ગૃહ મંત્રી તરીકેની રહેશે. અગાઉ તેઓ ગુજરાતના ગૃહ મંત્રી હતા. તેઓ આ પદ અને તેની કામગીરીને સારી રીતે સમજે છે. ગૃહ મંત્રી અમિત શાહ સામે આ સાત પડકારો મુખ્યત્વે રહેશે શું તેઓ હોદ્દો લેતાની સાથે જ આ સમસ્યાનો ખાત્મો બોલાવશે? આ છે સાત પડકારો અને તેના પર અમિત શાહનું સંભવિત વલણ
1 આતંકવાદ પર કડક વલણ
જમ્મુ-કાશ્મીર સહિત ભારતના અનેક રાજ્યોમાં આતંકવાદની સમસ્યાઓ છે. એવી શક્યતા છે કે અમિત શાહ પહેલાં આંતરિક આતંકવાને સમાપ્ત કરવાની યોજના બનાવશે. અમિત શાહ સરહદી આતંકવાદને નાથવાની પણ યોજના બનાવશે. ગુજરાતના ગૃહ મંત્રી તરીકે તેમણે પાકિસ્તાનના સરહદ પારની ઘૂષણખોરીનો ખાત્મો બોલાવ્યો હતો.
2 પાકિસ્તાન સહિત પાડોશી દેશોની શાહ સાથે થશે ટક્કર
પાકિસ્તાન ઉપરાંત, ચીન અને નેપાળ સાથેના સંબંધો પર સૌની નજર રહેશે. અમિત શાહ આ સંબંધોમાં પોતાની કુટનીતિ વાપરી અને સંબંધો સુધારવાનો પ્રયાસ ચોક્કસ કરશે. આ ઉપરાંત મ્યાનમાર, બાંગ્લાદેશી ઘૂષણખોરીની સમસ્યાનું સમાધાન લાવશે.
કેબિનેટ મંત્રી તરીકે શપથ લેતા અમિત શાહ
3 નક્સલિયોના ખરાબ દિવસો આવી શકે છે
લોકસભાની ચૂંટણી દરમિયાન પણ એક નક્સલી હુમલો થયો હતો. આ સ્થિતિમાં અમિત શાહના ગૃહ મંત્રી બન્યા હબાદ છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સક્રિય નક્સલીઓના ખરાબ દિવસો આવી શકે છે.
4 આંતરિક સુરક્ષા અને ગુનેગારોની ખૈર નથી.
અમિત શાહની આગેવાનીમાં દેશમાં ગુનેગારો પર લગામ લાગે તેવી વકી છે. ગુજરાતમાં અમિક શાહ ગૃહમંત્રી હતા ત્યારે ક્રાઇમ રેટમાં ઘટાડો નોંધાયો હતો. એવી શક્યતા છે કે અમિત શાહ ગૃહ મંત્રી રહેશે એટલે ગુનાહિત પ્રવૃતિઓમાં ઘટાડો નોંધાશે.
5 જમ્મુ- કાશ્મીરમાં સ્થિતી સુધરશે
જમ્મુ- કાશ્મીરમાં સ્થિતી વણસેલી છે, સમગ્ર દેશની નજર અમિત શાહ પર રહેશે કે તેઓ કાશ્મીરમાં કેવી રીતે કામ કરે છે. એવી અપેક્ષા છે કે જમ્મુ કાશ્મીરના મુદ્દે શાહના ગૃહ મંત્રી રહેતા સ્થિતીમાં સુધારો થઈ શકે છે.
6 રોહિંગ્યા અને ઘૂસણખોરી પર લગાવ
અમિત શાહની અધ્યક્ષતામાં દેશની આંતરિક અને સરહદી સુરક્ષા સઘન થાય તેવી વકી છે. પશ્ચિમ બંગાળ અને નોર્થ ઇસ્ટમાં રોહિંગ્યા મુસલમાનો અને ઘૂસણખોરીના મુદ્દે કડક પગલા ભરવામાં આવે તેવી શક્યતા છે.
7 પશ્ચિમ બંગાળમાં હિંસાનું નિવારણ થશે
લોકસભાની ચૂંટણી દરમિયાન સૌથી વધુ હિંસાની ઘટનાઓ પશ્ચિમ બંગાળમાં જોવા મળી હતી. અગાઉ ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને તૃણૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં હિંસક અથડામણો થતી રહી હતી. આ સ્થિતીમાં અમિત શાહ બંગાળની સ્થિતી થાળે પાડે તેવી શક્યતા છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર