અમિત શાહે જણાવ્યું કેવી રીતે તમામ વડાપ્રધાનોથી અલગ છે PM મોદી

News18 Gujarati
Updated: August 23, 2019, 2:46 PM IST
અમિત શાહે જણાવ્યું કેવી રીતે તમામ વડાપ્રધાનોથી અલગ છે PM મોદી
અમિત શાહ અને નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

મોદી સરકારે એવા ડઝનબંધ કામ કર્યા છે જેનાથી સામાન્ય લોકોના જીવનમાં સુધાર થયો છે : અમિત શાહ

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળની શરૂઆતથી જ કડક નિર્ણય લેવાની શરૂઆત કરી દીધી છે. વાત ત્રણ તલાક બિલની હોય કે પછી જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાની, કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી રહેલા કડક નિર્ણયોએ પુરવાર કરી દીધું છે કે મોદી સરકાર ભવિષ્યમાં પણ અનેક મોટા પગલાં ભરતાં પીછેહઠ નહીં કરે. ગૃહ મંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી લેવામાં આવેલા ઐતિહાસિક પગલાં વિશે એક લેખ લખ્યો છે.

દૈનિક જાગરણમાં પ્રકાશિત તેમના લેખમાં ગૃહ મંત્રીએ લખ્યું છે કે આઝાદી બાદ થયેલી 17 લોકસભા ચૂંટણીમાં દેશે 22 સરકારો અને 15 વડાપ્રધાન જોયા છે. સરકારોએ રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે, પરંતુ એવી સરકારો ઓછી રહી છે જે દૂરંદેશી પરિણામ લાવનારું કામ કરી શકી. ગૃહ મંત્રીએ લખ્યું કે 55 વર્ષના શાસનમાં કોંગ્રેસને આઠ વાર પૂર્ણ બહુમત વાળો જનાદેશ મળ્યો, પરંતુ તેમણે કદાચ દસ કામ પણ એવા નથી કર્યા જેનાથી દેશને નિર્ણાયક દિશા મળી હોય.

આ પણ વાંચો, 2022 સુધી ભારતની અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડૉલર કરવાનો ટાર્ગેટ : PM મોદી

તેઓએ જણાવ્યું કે મોદી સરકારે પોતાના કાર્યકાળમાં એવા ડઝનબંધ કામ કર્યા છે જેનાથી સામાન્ય લોકોના જીવનમાં ફેરફાર થયા છે ઉપરાંત ભારતની દુનિયાની સામે આગળ ઓળખ બની છે. મોદીજનીની સૌથી મોટી વિશેષતા તેમની અતુલનીય દૃઢ ઈચ્છાશક્તિ છે, જેનું સૌથી તાજું ઉદાહરણ રાજ્યસભામાં સંખ્યાબળ ન હોવા છતાંય આર્ટિકલ-370 અને આર્ટિકલ 35એને સમાપ્ત કરવું રહ્યું. આ બંને આર્ટિકલના કારણે કાશ્મીર દેશના વિકાસની મુખ્યધારા સાથે નહોતું જોડાઈ શક્યું જેના કારણે ત્યાં આતંકવાદી અને અલગતાવાદી શક્તિઓ વિકસી રહી હતી.

આ પણ વાંચો, પેરિસમાં ગુજરાતી વ્હોરા સમાજે મોદી પર હેત વરસાવ્યું તો ભડક્યું પાકિસ્તાન
First published: August 23, 2019
વધુ વાંચો
अगली ख़बर