મોદી મંત્રી મંડળમાં અમિત શાહનો સમાવેશ; વાઘાણીએ પાઠવી શુભેચ્છા

અટકળોનો અંત, વડાપ્રધાન મોદીની કેબિનેટમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો સમાવેશ

News18 Gujarati
Updated: May 30, 2019, 4:56 PM IST
મોદી મંત્રી મંડળમાં અમિત શાહનો સમાવેશ; વાઘાણીએ પાઠવી શુભેચ્છા
જીતુ વાઘાણીએ ટ્વીટ કરી અને અમિત શાહને શુભેચ્છા પાઠવી હતી.
News18 Gujarati
Updated: May 30, 2019, 4:56 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : આજે સાંજે યોજાનારી નરેન્દ્ર મોદી મંત્રી મંડળની શપથવિધી પહેલાં મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યારસુધી અમિત શાહ મંત્રી મંડળમાં જોડાશે કે નહીં તેના અંગે સસ્પેન્સન સેવાઈ રહ્યું હતું જોકે, અમિત શાહ સાથે ગુજરાત ભાજપના પ્રમુખ જીતું વાઘાણીએ મુલાકાત કરી અને શુભેચ્છા પાઠવતા અટકળોનો અંત આવી ગયો છે. અમિત શાહ મોદી કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લઈ રહ્યાં છે.

જીતુ વાઘાણી ટ્વીટર પર માહિતી આપી કે મોદી મંત્રી મંડળમાં અમિત શાહની મજબૂત ઉમેદવાર તરીકે પસંદગી થવા બદલ અભિનંદન. અમારા પથદર્શક અને માર્ગદર્શક અમિત શાહની આ બદલ શુભેચ્છા મુલાકાત કરી અને શુભકામનાઓ પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી અત્યાર સુધી સતત આ સમાચારો આવી રહ્યાં હતા કે અમિત શાહ મોદી મંત્રી મંડળમાં જોડાશે કે નહીં. આ તકે અમિત શાહને મંત્રી મંડળમાં સ્થાન આપી વડાપ્રધાન મોદીએ નંબર - 2ના આડકતરા સંકેતો આપી દીધા છે.

આ પણ વાંચો :  મોદી સરકાર 2.0: જાણો મંત્રીમંડળમાં કયા સાંસદોને મળ્યું સ્થાન?અગાઉ આજે સાંજે યોજાનારી મોદી સરકારની શપથવિધીમાં મંત્રી તરીકે શપથ લેવા માટે ગુજરાતના બે સાંસદોની પસંદગી થઈ છે. આજે બપોરથી જ પીએમઓમાંથી સાંસદોને ફોન કરી અને શપથવિધી માટે તૈયાર રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે. ગુજરાતમાંથી મોદી સરકારમાં વર્તમાન બે મંત્રીને  ફોન આવ્યો છે. નવી મોદી સરકારમાં રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલા  મંત્રી બનશે. જોકે, મીડિયામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું નામ પણ મંત્રી તરીકે ચર્ચાઈ રહ્યું છે. તેમના પરિવારે આ અંગે ખુશી વ્યક્ત કરી હતી, પરંતુ તેમને ફોન આવ્યો ન હોવાનું જણાવ્યું હતું.
First published: May 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...