કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ પર એક્શનમાં અમિત શાહ, આજથી ત્રણ દિવસ ઘાટીમાં રહેશે ગૃહ મંત્રી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસીય પ્રવાસ પર જમ્મુ-કાશ્મીરમાં રહેશે. (ફાઈલ ફોટો)

Amit Shah Kashmir Visit: કાશ્મીર ઘાટીમાં છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે સામાન્ય નાગરિકોને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા છે, એ જોતાં ગૃહ મંત્રી અમિત શાહનો આ પ્રવાસ બહુ મહત્વનો માનવામાં આવે છે.

 • Share this:
  શ્રીનગર. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) ત્રણ દિવસની યાત્રા પર શનિવારે જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) પહોંચશે. ઘાટીમાં છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે સામાન્ય નાગરિકોને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા છે, એ જોતાં ગૃહ મંત્રી અમિત શાહનો આ પ્રવાસ બહુ મહત્વનો માનવામાં આવે છે. આ મહિને આતંકીઓએ 11 સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા છે. ગૃહ મંત્રી ત્રણ દિવસના પ્રવાસ દરમ્યાન ઘાટીની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. આ દરમ્યાન તેઓ મંત્રી, પંચાયત સદસ્યો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મીટીંગ પણ કરશે.

  જમ્મુ-કાશ્મીરના બીજેપી નેતા સુનીલ શર્માએ જણાવ્યું કે પાર્ટીને જાણકારી મળી છે કે શાહ શનિવારે શ્રીનગર પહોંચશે અને પહેલા જમ્મુ જશે. તેમણે કહ્યું, ‘તેઓ નવી દિલ્હી માટે રવાના થતા પહેલા કાશ્મીરની મુલાકાત લેશે. ભાજપ નેતાએ કહ્યું કે તેમણે શાહના એક કાર્યક્રમમાં દરેક જિલ્લાધ્યક્ષને પણ આમંત્રિત કર્યા છે. સમાચાર છે કે અમિત શાહ અહીં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.

  જણાવી દઈએ કે ગૃહ મંત્રી અમિત શાહ 23થી 25 ઓક્ટોબર સુધી જમ્મુ-કાશ્મીરના પ્રવાસ પર છે. 5 ઓગસ્ટ, 2019ના જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કર્યા બાદથી ગૃહમંત્રી અમિત શાહની આ પહેલી યાત્રા છે. જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને સમાપ્ત કરવા સાથે જ લદ્દાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો.

  જમ્મુ-કાશ્મીરના પ્રવાસ પહેલા ઘાટીની સુરક્ષા વધારવામાં આવી
  ગૃહમંત્રી અમિત શાહના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા ઘાટીની સુરક્ષા વ્યવસ્થા કડક કરી નાખવામાં આવી છે. ઘાટીની સુરક્ષા સમીક્ષા બાદ જમ્મુ-કાશ્મીરમાં વધારાના સુરક્ષા બળો તૈનાત કરવામાં આવ્યા છે. સૂત્રો મુજબ એકલા શ્રીનગરમાં અર્ધસૈનિક દળોની 20થી 25 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

  આ પણ વાંચો: ચીન-પાક ઉપર સેનાના મુખ્ય અધિકારીઓની મોટી બેઠક, રણનીતિ ઉપર થશે ચર્ચા

  અધિકારીઓએ કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસને ધ્યાનમાં રાખતા સુરક્ષા સમીક્ષા કરવામાં આવી છે અને એ પછી શ્રીનગરમાં વધુ સૈનિકોને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈન્ટેલીજન્સ ઇનપુટથી માલૂમ પડ્યું છે કે ગૃહમંત્રી શાહના પ્રવાસને રોકવા માટે આતંકવાદી કોઈ મોટી ઘટનાને અંજામ આપી શકે છે.
  Published by:Nirali Dave
  First published: