અમિત શાહે પૂછ્યું- વિપક્ષની વોટ બેંક ક્યાં છે? ભીડે જવાબ આપ્યો 'શાહીનબાગ'

News18 Gujarati
Updated: January 28, 2020, 7:42 AM IST
અમિત શાહે પૂછ્યું- વિપક્ષની વોટ બેંક ક્યાં છે? ભીડે જવાબ આપ્યો 'શાહીનબાગ'
અમિત શાહે અરવિંદ કેજરીવાલને શાહીનબાગ જવાનો પડકાર આપ્યો

અમિત શાહે અરવિંદ કેજરીવાલને શાહીનબાગ જવાનો પડકાર આપ્યો

  • Share this:
નવી દિલ્હી : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal) પર હુમલો તેજ કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ સોમવારે આમ આદમી પાર્ટીના પ્રમુખને દિલ્હીના શાહીનબાગ (Shaheenbagh) જવાનો પડકાર આપ્યો જેથી વિધાનસભા ચૂંટણીમાં લોકો એ નિર્ણય કરી શકે કે તેમને કોને મત આપવાનો છે. શાહે ઉત્તર પશ્ચિમ દિલ્હીના રિઠાલામાં એક ચૂંટણી સભામાં કહ્યું કે કેજરીવાલ અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી રામ મંદિરના નિર્માણ અને આર્ટિકલ 370 હટાવવાની વિરુદ્ધ હતા અને તેમને દેશની છબિ અને સૈનિકોની કોઈ ચિંતા નથી. તેઓએ કહ્યું કે વિપક્ષને ડર છે કે તેઓ તેમની વોટ બેંકને બગાડી દેશે. તેઓએ સવાલ કર્યો કે શું તમે તેમની વોટ બેંક છો? તેમની વોટ બેંક ક્યાં છે? તેની પર ભીડે જવાબ આપ્યો કે 'શાહીનબાગ'.

બીજેપી નેતાએ દાવો કર્યો કે દિલ્હી પોલીસે વિવાદાસ્પદ નિવેદનો કરવાના આરોપમાં જેએનયૂના સ્ટુડન્ટ શરજીલ ઈમામની વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધ્યો છે. શાહે કહ્યું કે હું કેજરીવાલને પૂછવા માંગું છું કે શું તેઓ શરજીલ ઈમામને પકડવાના પક્ષમાં છો કે નહીં? શું તમે શાહીનબાગના લોકોની સાથે છો કે નહીં, મહેરબાની કરીને દિલ્હીના લોકોને જણાવો. મૂળે, ઈમામ શાહીનબાગમાં પ્રદર્શનની શરૂઆત કરનારા આયોજકો પૈકી એક હતો.

'શાહીનબાગ જેવી હજારો ઘટનાઓ અટકશે'

નોંધનીય છે કે, રવિવારે કેન્દ્રીય ગૃહ મંત્રીએ એક ચૂંટણી બેઠકમાં કહ્યું હતું કે દિલ્હીની ચૂંટણીમાં બીજેપી માટે મતદાન કરવાથી શાહીનબાગ જેવી હજારો ઘટનાઓ અટકશે. શાહે વિભિન્ન મુદ્દાઓ પર આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક વિપક્ષી નેતાઓ પર હુમલો કરતાં કહ્યું કે માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ દેશની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે.

CAAની વિરુદ્ધ ધરણા કરી રહ્યા છે

બાબરપુર સીટના બીજેપી ઉમેદવાર માટે પ્રચાર કરતાં અમિત શાહે કહ્યું કે, બીજેપી ઉમેદવારને આપનો મત દિલ્હી અને દેશને સુરક્ષિત બનાવશે અને શાહીનબાગ જેવી હજારો ઘટનાઓ અટકશે. દક્ષિણ પૂર્વ દિલ્હીના શાહીનબાગમાં ડિસેમ્બરના મધ્યથી મોટી સંખ્યામાં મહિલાઓ સંશોધિત નાગરિકતા કાયદાની વિરુદ્ધ ધરણા કરી રહી છે. બીજેપી નેતાએ કહ્યું કે જ્યારે તમે 8 ફેબ્રુઆરીએ (ઈવીએમ)નું બટન દબાવશો તો આપના ગુસ્સાની અસર (ચૂંટણી પરિણામ) શાહીનબાગમાં જોવા મળવી જોઈએ.આ પણ વાંચો, બટન એટલું જોરથી દબાવજો કે વોટ કમળને પડે, કરંટ શાહીન બાગમાં લાગે : અમિત શાહ
First published: January 28, 2020
વધુ વાંચો
अगली ख़बर