Home /News /national-international /સમાજવાદી પાર્ટી સપના જોઈ રહી છે કે રામ જન્મભૂમિ કાર્યને રોકી દેશે, અખિલેશ યાદવ પર અમિત શાહનો પ્રહાર
સમાજવાદી પાર્ટી સપના જોઈ રહી છે કે રામ જન્મભૂમિ કાર્યને રોકી દેશે, અખિલેશ યાદવ પર અમિત શાહનો પ્રહાર
અમિત શાહ (ફાઇલ ફોટો)
Uttar Pradesh Assembly Elections - અમિત શાહે કહ્યું - હાલ અખિલેશ બાબુ ઘણા ગુસ્સામાં છે. તેના બે કારણ છે, એક તો મોદીજી એ ત્રણ તલાક સમાપ્ત કરી દીધા અને બીજુ રામ મંદિર બની રહ્યું છે
લખનઉ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah)રવિવારે અયોધ્યામાં (Ayodhya)રામ મંદિર (Ram Mandir)નિર્માણને લઇને અખિલેશ યાદવ (Akhilesh Yadav)પર પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે તેને (રામ મંદિર) બનવાથી કોઇ રોકી શકશે નહીં. પશ્ચિમી ઉત્તર પ્રદેશના (Uttar Pradesh)કાસગંજ જિલ્લાના બારહ પત્થર મેદાન અને બુંદેલખંડમાં જનવિશ્વાસ યાત્રાની જનસભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે સમાજવાદી પાર્ટી સપનું જોઈ રહી છે કે તે ઉત્તર પ્રદેશમાં ફરીથી સત્તામાં આવશે અને રામ જન્મભૂમિ પર ચાલી રહેલા કાર્યોને રોકી દેશે. અખિલેશ જી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને કોઇ રોકી શકશે નહીં.
અમિત શાહે કહ્યું કે પહેલા રામ મંદિર નિર્માણની માંગ કરનાર પર ડંડા વરસાવવામાં આવતા હતા, ગોળીઓ ચલાવવામાં આવતી હતી પણ તમે પૂર્ણ બહુમત આપી દીધું તો મોદીએ રામ જન્મભૂમિ મંદિર નિર્માણનો શિલાન્યાસ કરી દીધો. જોત જોતામાં થોડાક મહિનામાં આકાશને આંબનાર પ્રમુ શ્રીરામનું મંદિર અયોધ્યામાં બનવાનું છે.
અમિત શાહે સપા અને બસપા પર જાતિવાદ અને પરિવારવાદને લઇને પ્રહાર કર્યો
અમિત શાહે વિપક્ષી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પર આકરો પ્રહાર કરતા કહ્યું કે સપા અને બસપા જાતિવાદી અને પરિવારવાદી પાર્ટીઓ છે. આ લોકોની ભલાઇ કરી શકે નહીં. તેમણે કહ્યું કે પ્રદેશના બધા છ ક્ષેત્રોમાં જન વિશ્વાસ યાત્રા ફરી રહી છે અને રાજ્યની બધી 403 વિધાનસભા સીટો પર આ યાત્રા જવાની છે. જ્યાં પણ આ યાત્રા પસાર થાય છે ત્યાં આવી ભીડ થાય છે.
અમિત શાહે સવાલ કર્યો કે ઉત્તર પ્રદેશમાં બુઆ (માયાવતી) અને બબુઆ (અખિલેશ યાદવ)એ જે સરકાર ચલાવી તે બધાનો વિકાસ કરતી હતી? સપાના રાજમાં તમારું ભલાઇ થતી હતી? બસપાના રાજમાં તમારી ભલાઇ થતી હતી? તેમણે સ્વંય આનો જવાબ આપતા કહ્યું કે તે નથી કરી શકતા, તે જાતિવાદી પાર્ટીઓ છે, પરિવારવાદી પાર્ટીઓ છે, સર્વ સમાજને સાથે લઇને ફક્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી જ આગળ વધી શકે છે. અમિત શાહે કહ્યું કે બહેનજી આવે તો તે એક જાતિનું કામ કરે છે અને અખિલેશ આવે તો તે બીજી જાતિનું કામ કરે છે. જોકે મોદી જી આવે છે, યોગી જી આવે છે તો સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ થાય છે.
અમિત શાહે કહ્યું કે હાલ અખિલેશ બાબુ ઘણા ગુસ્સામાં છે. તેના બે કારણ છે, એક તો મોદીજી એ ત્રણ તલાક સમાપ્ત કરી દીધા અને બીજુ રામ મંદિર બની રહ્યું છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર