ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યુ કે, ઘાંસચારા કૌભાંડમાં દોષિત ઠરેલા લાલુ પ્રસાદ જેવા ભ્રષ્ટાચારીને મળીને રાહુલ ગાંધીનું ડબલ સ્ટાન્ડર્ડ ખુલ્લુ પડી ગયુ છે. આવું ડબલ સ્ટાન્ડર્ડ ધરાવતા લોકો કર્ણાટકનાં ચોખ્ખી સરકાર ન આપી શકે.
કર્ણાટકમાં એ જાહેરસભાના સંબોધતા અમિત શાહે આ વાત કરી હતી. રાહુલ ગાંધી લાલુ પ્રસાદ યાદવને મળ્યા હતા. લાલુ પ્રસાદ યાદવને દિલ્હીમાં એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મિટીંગને કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. છેલ્લા એક મહિનાથી લાલુ પ્રસાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
અમિત શાહે કહ્યુ કે, રાહુલ ગાંધી ભ્રષ્ટાચારને સમર્થન કરી રહ્યાં છે. અમિત શાહે કહ્યુ કે, હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે. કોંગ્રેસને એવો ડર છે કે, તે લાલુ પ્રસાદ વગર જીતી નહીં શકે. લાલુ પ્રસાદને ઘાંસચારા કૌભાડમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આવા લોકોને મળીને રાહુલ ગાંધી ભ્રષ્ટાચારને સમર્થન કરે છે અને તેમના ડબલ સ્ટાન્ડર્ડ બહાર આવ્યા છે. જ્યારે સત્તામાં હોય છે ત્યારે રાહુલ ગાંધી અલગ વર્તન કરે છે અને હવે પાવરમાં આવવા માટે અલગ વર્તન કરે છે. સત્તામાં આવવા માટે ગાંધી લાલુ પ્રસાદને ભેટતા પણ સંકોચ અનુભવતા નથી.
જ્યારે કોઇ પાર્ટીના પ્રમુખ જ ભ્રષ્ટાચારને સમર્થન આપતા હોય તે પાર્ટી ક્યારે કોઇ ચોખ્ખી સરકાર કર્ણાટકમાં આપી શકે નહીં. આ લોકો આવી જ રીતે સરકાર ચલાવે છે.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર