Home /News /national-international /

અમિત શાહે કહ્યું, 'આર્ટિકલ-370 વિશે ઘણી ગેરસમજ હતી, હવે સાચો ઇતિહાસ લખવાનો સમય આવી ગયો છે'

અમિત શાહે કહ્યું, 'આર્ટિકલ-370 વિશે ઘણી ગેરસમજ હતી, હવે સાચો ઇતિહાસ લખવાનો સમય આવી ગયો છે'

અમિત શાહે કહ્યું કે કાશ્મીરી સંતો અને પંડિતોની સંસ્કૃતિ નષ્ટ થઈ રહી હતી ત્યારે માનવઅધિકારાનો ચૅમ્પિયન ક્યાં હતા ?

અમિત શાહે (Amit Shah) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના કાર્યક્રમમાં ભાગ લીધો. તેમણે પૂછ્યું કાશ્મીરી સંતો અને પંડિતોની સંસ્કૃતિ નષ્ટ થઈ રહી હતી ત્યારે માનવઅધિકારાનો ચૅમ્પિયન ક્યાં હતા ?

  ન્યૂઝ 18 ગુજરાતી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) રવિવારે બપોરે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ (RSS) ના કાર્યક્રમમાં ભાગ લીધો. હતો. આ કાર્યક્રમમાં તેમણે આર્ટિકલ- 370 (Article 370) ના મુદ્દે ફરી એક વાર કૉંગ્રેસનો (Congress) ઉધડો લીધો હતો. તેમણે કહ્યું કે કાશ્મીરમ વિશે (Kashmir) ઘણી ગેરસમજો હતો. લોકોને ખરા ઇતિહાસની માહિતી અપાઈ નહોતી. જોકે, હવે સાચો ઇતિહાસ લખવાનો સમય આવી ગયો છે.

  અમિત શાહે કહ્યું કે, જ્યારે દેશ આઝાદ હોય તો તેની સામે સુરક્ષા, બંધારણ બનાવવા જેવા ઘણા સવાલો ઊભા થાય છે. પરંતુ આપણી સામે 630 રજવાડાઓને એક કરવાનો પ્રશ્ન પણ આવી ગયો હતો. દેશના પહેલા ગૃહમંત્રી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો આ કામ ક્યારેય પાર પડ્યું ન હોત. સરદાર પટેલની દ્રઢતાના પરિણામે 630 રજવાડાઓ આજે એક દેશના રૂપે દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે.

  શાહે કહ્યું કે, 630 રજવાડાઓને એક કરવામાં કોઈ મુશ્કેલી આવી ન હતી, પરંતુ જમ્મુ કાશ્મીરને અખંડ રૂપે એક કરવામાં 5 ઓગસ્ટ 2019 સુધીનો સમય લાગી ગયો હતો. જે લોકો અમારા પર આરોપ લગાવે છે કે આ રાજકીય સ્ટેન્ડ છે, હું એવા લોકો માટે સ્પષ્ટતા કરવા માગું છું કે, આ અમારું સ્ટેન્ડ ત્યારથી છે જ્યારથી ભાજપ પાર્ટીની રચના થઈ. અમારી માન્યતા પ્રમાણે, આર્ટિકલ-370 દેશની એકતા અને અખંડતા માટે યોગ્ય નોહતું.

  સમય આવી ગયો છે સાચો ઈતિહાસ લખવાનો
  ગૃહમંત્રીએ કહ્યું કે, શ્યામા પ્રસાદ મુખર્જી ટ્રૅનના રસ્તે જમ્મુ કાશ્મીર ગયા, તેમની પાસે પરમિટ ન હતી. તે માનતા હતા કે મારા દેશમાં જવા માટે પરમિટની શું જરૂર છે? તેમને પરમિટ ન લેવા માટે જેલમાં ધકેલાયા હતા. શ્યામા પ્રસાદજીએ આર્ટિકલ-370 હટાવવા માટે બલિદાન આપ્યું હતું કારણ કે જેની ભૂલો હતી તેમના ભાગમાં જ ઈતિહાસ લખવાની જવાબદારી આવી ગઈ હતી. પરંતુ હવે સમય આવી ગયો છે સાચો ઈતિહાસ લખવાનો અને સાચી માહિતી જનતા સમક્ષ રાખવાનો.

  આ પણ વાંચો : ભારે વરસાદથી બિહાર બેહાલ : 10 લોકોનાં મોત, અનેક ટ્રેનો રદ  ..ત્યારે માનવાધિકારોના ચૅમ્પિયનો ક્યાં હતા?
  શાહે કહ્યું કે 'આજકાલ અનેક લોકો કાશ્મીરમાં માનવાધિકારોનું હનન થઈ રહ્યું છે તેવો મુદ્દો બનાવી હોબાળો મચાવી રહ્યા છે પરંતુ હું એ તમામ લોકોને પૂછવા માંગુ છું કે જ્યારે કાશ્મીરી પંડિતો અને સૂફી સંતોની સંસ્કૃતિ નષ્ટ થઈ રહી હતી ત્યારે માનવાધિકારોના ચૅમ્પિયનો ક્યાં હતા?'

  કાશ્મીરમાં ટૂરિઝમની અપાર શક્યતાઓ
  શાહે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ અનુચ્છેદ 370ને હટાવી દીધો છે. હવે પાંચથી સાત વર્ષમાં જમ્મુ કાશ્મીર દેશનું સૌથી વિકસીત રાજ્ય બની જશે. સાથે અહીં ટૂરિઝમની ભારે ટૂરિઝમની સંભાવનાઓ છે. દુનિયાભરમાં સૌથી વધારે કુદરતી સૌદર્ય ઈશ્વરે જો કોઈ એક ભૂમિ પર આપ્યું છે તો તે જમ્મુ કાશ્મીરની ભૂમિ છે.

  આ પણ વાંચો : મની કી બાત : PM મોદીની અપીલ- આ દિવાળીમાં દીકરીઓના સન્માનમાં કાર્યક્રમ રાખો

  કાશ્મીર મુદ્દે આખી દુનિયા આપણી સાથે
  ગૃહમંત્રીએ કહ્યું સમગ્ર વિશ્વ આપણી સાથે છે. સાત દિવસ સુધી દુનિયાના તમામ રાષ્ટ્રધ્યક્ષ સંયુક્ત રાષ્ટ્રમાં હતા. કોઈએ પાકિસ્તાનની તરફેણ કરી ન હતી. તમામ ભારતના પડખે છે. હું માનું છું કે આ મોદીજીની સૌથી મોટી કૂટનિતીક સફળતા છે કે આખી દુનિયાના દેશોનો સહકાર મળ્યો.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Article 370, RSS, અમિત શાહ, કોંગ્રેસ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन