નજફગઢમાં બોલ્યા અમિત શાહ - રામ મંદિર બનવાથી કેમ પરેશાન છે AAP અને કોંગ્રેસ

News18 Gujarati
Updated: January 29, 2020, 7:40 PM IST
નજફગઢમાં બોલ્યા અમિત શાહ - રામ મંદિર બનવાથી કેમ પરેશાન છે AAP અને કોંગ્રેસ
અમિત શાહ

CAA સામે લોકોને કેજરીવાલ અને કોંગ્રેસને ભડકાવ્યા - અમિત શાહ

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Election 2020)ના મતદાનની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ નેતાઓ અને રાજનીતિક દળોનો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ વધી ગયો છે. બુધવારે નજફગઢમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) રામ મંદિરને(Ram Temple) લઈને આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ (Congress) પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રામ મંદિર બનવાથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કેમ પરેશાન છે?

અમિત શાહે કહ્યું હતું કે કેજરીવાલે આખી દિલ્હીમાં ફ્રી Wi-Fi આપવાનો વાયદો કર્યો હતો. શું તમને ફ્રી Wi-Fi મળે છે? કેજરીવાલે કહ્યું હતું કે અમે યૂરોપ જેવા રસ્તા બનાવીશું. હું હાલ આવ્યો છું અને ખબર નથી પડતી કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે. કાંઈક કહો તો કેજરીવાલ ચૂપ થઈ જાય છે અને કહે છે કે દિલ્હીનું અપમાન ના કરો. અરે કેજરીવાલ તમારી સામે જુઠના જે આરોપો છે તે શું દિલ્હીનું અપમાન નથી? હવે તમને દિલ્હીની જનતા સત્તાથી ઉતારવા માંગે છે.

આ પણ વાંચો - સાઇના નેહવાલ BJPમાં જોડાઈ, કહ્યું- નરેન્દ્ર સરે દેશ માટે ઘણું કામ કર્યું

શાહીન બાગને લઈને અમિત શાહે કોંગ્રેસ અને કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કેજરીવાલ અને કોંગ્રેસના લોકોને CAA સામે ઉફસાવ્યા અને ભડકાવ્યા છે. આ લોકો કહે છે કે અમે શાહીન બાગની સાથે છીએ. હું કેજરીવાલને ફરીથી પુછું છું કે તમે દિલ્હીની જનતાને બતાવો કે તમે શાહીન બાગની સાથે છો?

ગૃહમંત્રીએ કહ્યું હતું કે દિલ્હીમાં આજે જે પ્રદષણનું સ્તર છે તેના માટે કોઈ જવાબદાર હોય તો તે કેજરીવાલ સરકારની નિષ્ક્રીયતા જવાબદાર છે. દિલ્હીની હવામાં ઝેર ફેલાયું છે. કેજરીવાલે યમુના જી ને સ્વચ્છ કરવા કહ્યું હતું, જરા યમુના જી માં એક ડુબકી લગાવી દો તમને ખબર પડી જશે કે પાણી કેવું છે.
First published: January 29, 2020, 7:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading