અમિત શાહ મોહમ્મદ અલી જિન્નાહ જેવા જ છે: ઇતિહાસવિદ્દ રામચન્દ્ર ગુહા

અમિત શાહ

રામચંન્દ્ર ગુહાએ કે, “ અમિત શાહ એમ કહે છે કે, કોઇ પણ ભોગે હું ચૂંટણી જીતીશ અને જિન્નાહ પણ કહેતા કે, કોઇ પણ ભોગે હું પાકિસ્તાન બનાવીશ.”

 • Share this:
  ઇતિહાસકાર રામચન્દ્ર ગુહાએ ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહની સરખામણી પાકિસ્તાનનાં જનક મોહમ્મદ અલી જિન્નાહ સાથે કરી છે અને કહ્યું કે, જિન્નાહ સ્ટ્રેઇટ ફોરવર્ડ માણસ હતા. પાકિસ્તાનની રચના કરવી અને તેના એ નેતા હોય એ તેમનો એક માત્ર એજન્ડા હતો.
  રામચન્દ્ર ગુહા જાણીતા ઇતિહાસકાર છે અને તાજેતરમાં જ ગાંધીજીના જીવન પરનું પુસ્તક ગાંધી: ધ ઇયર્સ ધેત ચેન્જ્ડ ધ વર્લ્ડ, 1914-1948’ પ્રકાશિત થયું છે.

  ગુહાએ જણાવ્યુ કે, જિન્નાહને હું સ્ટ્રેઇટ ફોરવર્ડ વ્ચક્તિ કહીશ અને હું તેમના પ્રત્યે કોઇ સહાનુભૂતિ ધરાવતો નથી. રામચંન્દ્ર ગુહાએ જિન્નાહની સરખામણી અમિત શાહ સાથે કરતા કહ્યું કે, “કેટલીક રીતે તમે જિન્નાહની સરખામણી અમિત શાહ સાથે કરી શકો. અમિત શાહ એમ કહે છે કે, કોઇ પણ ભોગે હું ચૂંટણી જીતીશ અને જિન્નાહ પણ કહેતા કે, કોઇ પણ ભોગે હું પાકિસ્તાન બનાવીશ. લાશોના ભોગે પણ બનાવીશ.”.

  જ્યારે ગુહાને એમ પુછવામાં આવ્યું કે, જો અન્ય કોઇ ઇતિહાસકાર જિન્નાહની બાબતમાં તેમને ખોટા સાબિત કરશે તો ? ગુહાએ તરત જ કહ્યું કે, કોઇ પણ ઇતિહાસકારને એમ કરતા રોકી શકાય નહીં પણ જો તે એમ કરે તો, તેમણે એ વાત સાબિત કરવા માટે, મેં જેટલા દસ્તાવેજોનો ઉપયોગ કર્યો છે તેનાથી વધારે કરવો પડશે.”

  આ પણ વાંચો:

  બાબા રામદેવ: મુસ્લિમો ફોટાને મહત્વ નથી આપતા એટલે જિન્નાહના ફોટાની ચિંતા ન કરે 

  ભારતમાં જિન્નાહના ફોટા સામે વિરોધ પણ પાકિસ્તાનમાં મહાત્મા ગાંધીની તક્તિને આદર!

  તાજેતરમાં પ્રકાશિત થયેલા ગાંધી પરના તેમના પુસ્તકમાં ગાંધીજી આફ્રિકાથી ભારત આવ્યા ત્યારથી લઇ તેમની હત્યા થઇ ત્યાં સુંધીની વાતને વણી લેવામાં આવી છે. રામચંન્દ્ર ગુહાએ કહ્યું કે, ગાંધી અને આંબેડકર આ બે વિભૂતિઓ મહાન વ્યક્તિઓ હતા.

  અરુણ શૌરી અને અરુંધતિ રોય વિશે ગુહાએ જણાવ્યું કે, તેઓ તેમની ચોક્કસ વિચારધારાથી પંકાયેલા છે નહીં કે તેમની વિદ્વતાથી. શૌરી ગાંધીને મહાન બતાવી આંબેડકરને નીચા દેખાડે છે. જ્યારે અરુંધતિ રોય આંબેડકરને મહાન બતાવી, ગાંધાને નીચા દેખાડે છે.”

  રામચન્દ્ર ગુહાએ જણાવ્યું કે, તમામ વર્ગને અપિલ કરી શકે એ બાબતમાં ગૌતમ બુદ્ધ પછી ગાંધી જ આવે છે.

  “ભારતીય એવુ વિચારી શકે કે, હું આંબેડકરને ગાંધી કરતાં મહાન ગણું છું અથવા હું ગાંધીને આંબેડકર કરતાં મહાન ગણું છું. પણ એવુ કહેવું કે, હું ગાંધીને મારી પ્રેરણા માનું છું પણ આંબેડકરને ધુત્કારું છું અથવા આંબેડકરને પ્રેરણા માનું છુ અને ગાંધીને ધુત્કારું છું. એ ઇતિહાસમાં ગાંધી અને આંબેડકરે કરેલા પ્રદાનને વિકૃત રીતે રજૂ કરવા બરાબર છે.” ગુહાએ જણાવ્યું હતુ.
  Published by:Vijaysinh Parmar
  First published: