ગૃહમંત્રી અમિત શાહે તસવીર શેર કરીને લખ્યું, 'અમે ધ્યાન રાખીએ છીએ, શું તમે પણ...?'

News18 Gujarati
Updated: March 25, 2020, 6:56 PM IST
ગૃહમંત્રી અમિત શાહે તસવીર શેર કરીને લખ્યું, 'અમે ધ્યાન રાખીએ છીએ, શું તમે પણ...?'
કેબિનેટ બેઠક .

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકની તસવીર અમિત શાહ ઉપરાંત બીજેપીના અન્ય સાત નેતાઓએ પણ શેર કરી હતી.

  • Share this:
નવી દિલ્હી : ભારતમાં ખૂબ ઝડપે વધી રહેલા કોરોના વાયરસ (Coronavirus in India)ને નાથવા માટે દેશમાં 21 દિવસ સુધી લૉકડાઉનની (21 Days Lockdown) જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ દેશના લોકોને અપીલ કરી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)જાળવો અને પોતાના ઘરોમાં જ રહો. આ દરમિયાન બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટ (Cabinet Meeting) બેઠકમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળ્યું હતું.

સોશિયલ મીડિયા પર કેબિનેટ બેઠકની એક તસવીર શેર કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના મંત્રીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નજરે પડે છે. તમામ લોકો એક બીજાથી દૂર બેઠેલા નજરે પડે છે. ગૃહમંત્રી અમિત શાહે આ તસવીર ટ્વિટ કરી છે.

આ પણ વાંચો : લોન- ક્રેડિટ કાર્ડના EMI ઉપર મળશે રાહત, સરકારે આપ્યા સંકેત

અમિત શાહે લખ્યું, "સોશિયલ ડિસ્ટન્સિંગ આજના સમયની જરૂરિયાત છે. અમે આ અંગે ધ્યાન રાખીએ છીએ...શું તમે રાખો છો?" વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકની તસવીર અમિત શાહ ઉપરાંત બીજેપીના અન્ય સાત નેતાઓએ પણ શેર કરી હતી.

આ પણ વાંચો : ગુજરાત સહિત મોરેશિયસમાં 50 ભારતીય વિદ્યાર્થી ફસાયા, PM મોદી પાસે મદદ માંગી

નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધી 585 કેસ સામે આવી ચુક્યા છે. જેમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે. કોરોનાને કારણે અત્યાર સુધી 11 લોકોનાં મોત થઈ ગયા છે, જ્યારે 44 લોકો સારવાર બાદ સારા થયા છે. કોરોનાનો વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આને ફેલાતો અટકાવવાનો એકમાત્ર ઉપાય સોશિયલ ડિસ્ટન્સિંગ છે.
સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખતા વડાપ્રધાન મોદીએ 24મી માર્ચ રાત્રે 12 વાગ્યાથી 21 દિવસ સુધી આખા દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે. લૉકડાઉન 14મી એપ્રિલ સુધી લાગૂ રહેશે. જોકે, આ દરમિયાન લોકોને જીવનજરૂરી વસ્તુઓ મળતી રહેશે.

સોશિયલ મીડિયા પર પીએ મોદીની સોશિયલ ડિસ્ટન્સિંગની તસવીરની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. એક યૂઝરે આ તસવીરની પ્રશંસા કરતા લખ્યું છે કે, "આપ જીઓ હજારો સાલ."
First published: March 25, 2020, 6:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading