Home /News /national-international /

ગૃહમંત્રી અમિત શાહે બંગાળમાં કહ્યું - કોરોનાની લહેર ખતમ થતા જ લાગુ થશે CAA, ઘુસણખોરી મુદ્દે દીદી પર પ્રહાર

ગૃહમંત્રી અમિત શાહે બંગાળમાં કહ્યું - કોરોનાની લહેર ખતમ થતા જ લાગુ થશે CAA, ઘુસણખોરી મુદ્દે દીદી પર પ્રહાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)પશ્ચિમ બંગાળના પ્રવાસે છે

Citizenship Amendment Act - અમિત શાહે કહ્યું - મમતા દીદી ઘુસણખોરી ઇચ્છે છે પણ CAA એક હકિકત છે તેને અમલમાં લાવવામાં આવશે

    સિલીગુડી : પશ્ચિમ બંગાળ (West Bengal)વિધાનસભા ચૂંટણીમાં (Assembly elections)પરાજય પછી એક વર્ષ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કહ્યું કે નાગરિકતા સંશોધન કાનૂન (Citizenship Amendment Act-CAA)ને કોઇપણ ભોગે લાગુ કરવામાં આવશે. અમિત શાહે સિલીગુડીમાં ગુરુવારે એક રેલીમાં તેમણે કહ્યું કે સીએએને લઇને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી અફવા ફેલાવી રહી છે કે સીએએ બધા પર લાગુ થશે નહીં. અમે સીએએને (CAA)કોઇપણ ભોગે લાગુ કરીશું. જેવી કોરોના લહેર ખતમ થશે સીએએ પર કામ શરુ થઇ જશે. અમિત શાહે સ્પષ્ટ કહ્યું કે સીએએ કેન્દ્રના એજન્ડામાં છે અને તેને કોઇપણ સ્થિતિમાં પુરી કરવામાં આવશે.

    મમતા બેનર્જીએ કહ્યું - સંસદમાં બિલ પાસ કેમ કરાવતા નથી

    પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે એક વર્ષ પછી અહીં આવ્યા છે. તે દરેક વખતે આવે છે, ખરાબ વાત કરે છે. આ એક યોજના છે. જો આવું છે તો આ બિલને સંસદમાં પાસ કેમ કરાવતા નથી. હું તમને જણાવી દઉં કે તે 2024માં સત્તામાં આવી રહ્યા નથી. હું નથી ઇચ્છતી કે નાગરિકતાના અધિકારોને કોઇ નુકસાન પહોંચે. આપણી એકતા જ આપણી તાકાત છે. સીએએેને લઇને 2019ના અંતમાં અને 2020ની શરૂઆતમાં ઘણા વિરોધ પ્રદર્શન થયા હતા.

    આ પણ વાંચો - દિલ્હીમાં મફત વીજળી પર મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી દરેકને નહીં મળે સબસિડી, જાણો સમગ્ર વિગત

    સીએએ વાસ્તવિકતા છે અને રહેશે

    એનડીવીના સમાચાર પ્રમાણે અમિત શાહે કહ્યું કે હું આજે બંગાળ આવ્યો છું. હું એક બાબત સ્પષ્ટ કરવા માંગીશ કે સીએએે લઇને દીદી અફવા ફેલાવી રહી છે કે તેને લાગુ કરવામાં આવશે નહીં. જોકે હું કહેવા માંગીશ કે જેવી કોરોનાની ઝડપ ઓછી થશે ત્યારે સીએએને લાગુ કરવામાં આવશે. સીએએ એક વાસ્તવિકતા છે અને આ વાસ્તવિકતા રહેશે.  મમતા દીદી ઘુસણખોરી ઇચ્છે છે પણ CAA એક હકિકત છે તેને અમલમાં લાવવામાં આવશે. તુણમુલ કોંગ્રેસને તેને લઇને કશું કરી શકે નહીં.

    2019માં સંશોધિત નાગરિકતા કાનૂન આવ્યો હતો ત્યારથી લઇને 2020 સુધી તેને લઇને મહિનાઓ સુધી દિલ્હીના શાહીન બાગમાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જોકે સરકારે તેને લઇને ક્યારેય બેકફૂટ પર આવી નથી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Amit shah, CAA, West bengal

    આગામી સમાચાર