રથયાત્રાની મંજૂરી ન મળતા શાહે કહ્યું- મમતા બેનર્જી ભાજપથી ડરી ગઈ છે, બંગાળમાં TMCનું કુશાસન

રથયાત્રાની મંજૂરી સરકાર અને કોર્ટ દ્વારા નહીં મળતા શાહે પ્રેસ કોન્ફરન્સ કરી મમતા બેનર્જી પર હુમલો કર્યો

News18 Gujarati
Updated: December 7, 2018, 2:36 PM IST
રથયાત્રાની મંજૂરી ન મળતા શાહે કહ્યું- મમતા બેનર્જી ભાજપથી ડરી ગઈ છે, બંગાળમાં TMCનું કુશાસન
રથયાત્રાની મંજૂરી સરકાર અને કોર્ટ દ્વારા નહીં મળતા શાહે પ્રેસ કોન્ફરન્સ કરી મમતા બેનર્જી પર હુમલો કર્યો
News18 Gujarati
Updated: December 7, 2018, 2:36 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: ભાજપની આજ એટલે કે શુક્રવારે શરૂ થનારી રથયાત્રા પર પશ્ચિમ બંગાળની સરકાર બાદ કલકત્તા હાઈકોર્ટે પણ રોક લગાવી દીધી છે. રથયાત્રાની મંજૂરી સરકાર એન કોર્ટ દ્વારા ન મળતાં અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી મુખ્યમંત્રી મમતા બેનર્જી પર હુમલો કરતાં કહ્યું કે તેઓ ભાજપથી ડરી ગયા છે. તેઓએ આરોપ લગાવ્યો કે બંગાળમાં માફીયાઓનું રાજ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ પોતે શુક્રવારે કુચબિહારથી રથયાત્રાને લીલી ઝંડી દેખાડવા હતા.

અમિત શાહે વધુમાં કહ્યું કે, ભાજપના વિસ્તાર માટે રથયાત્રા 7 ડિસેમ્બર, 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરથી શરૂ થવાની હતી. અમે વહીવટીતંત્ર પાસે મંજૂરી માંગી હતી. 2, 12 અને 20 નવેમ્બરે રિમાઈન્ડર મોકલવામાં આવ્યા. પછી 14, 20 અને 23 નવેમ્બરે પોલીસને રિમાઈન્ડર મોકલવામાં આવ્યા પરંતુ અમને મંજૂર ન આપવામાં આવી.

આ પણ વાંચો, અમિત શાહની યાત્રાથી રાજ્યમાં તંગદિલી ફેલાશે, મંજૂરી ન મળી

મૂળે, કલકત્તા હાઈકોર્ટે ગુરુવારે ભાજપના કૂચબિહારમાં રથયાત્રા માટે મંજૂરી માંગી હતી. આ પહેલા પશ્ચિમ બંગાળ સરકારે તેની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દધો હતો કે તેનાથી સાંપ્રદાયિક તણાવ ફેલાઈ શકે છે. એવી આશા હતી કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ શુક્રવારે અહીંથી રથયાત્રાને લીલી ઝંડી દેખાડી શકે છે. આ પહેલા પશ્ચિમ બંગાળમાં ભાજપનું અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન કહેવામાં આવતું હતું.
First published: December 7, 2018
વધુ વાંચો अगली ख़बर