મધ્ય પ્રદેશમાં સાગરના બમોરામાં સંયોજક પાલક કાર્યક્રમને સંબોધિત કરતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું. તેઓએ કોંગ્રેસની ટીકા કરતાં કહ્યું કે બનાવટ કરવી એ ભાજપના સંસ્કાર નથી પરંતુ કોંગ્રેસના સંસ્કાર છે.
તેમણે રેલી દરમિયાન કહ્યું કે, રાહુલ બાબા કહે છે કે એર સ્ટ્રાઇકના પુરાવા આપો. હું જણાવવા માંગું છું કે બનાવટ કરવી ભાજપના સંસ્કાર નથી પરંતુ કોંગ્રેસના સંસ્કાર છે. જ્યારે વાયુસેના કહે છે કે અમે એર સ્ટ્રાઇક કરી છે, ત્યારબાદ પણ એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવવા પર રાહુલ બાબાને શરમ આવવી જોઈએ.
राहुल बाबा सलाह दे रहे हैं की लोन माफ कीजिए। राहुल बाबा जरा इतना बता दें कि रबी की फसल कौन सी होती है और खरीफ की कौन सी होती है। उन्हें ये नहीं मालूम की आलू जमीन के ऊपर होता हैं या नीचे। और वो हमें किसानों के लिए सलाह दे रहे हैं : श्री अमित शाह pic.twitter.com/rcBjL9qXCy
વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતાં ભાજપ અધ્યક્ષે કહ્યું કે મોદીએ દુનિયાને દર્શાવી દીધું છે કે ભારતની સરહદો સાથે ચેડાં કરવાનું પરિણામ શું આવે છે. એક વાર સર્જિકલ સ્ટ્રાઇક અને એક વાર એર સ્ટ્રાઇક કરી આતંકવાદીઓનો ખાતમો કર્યો છે.
તેઓએ કહ્યું કે કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજનાની દુનિયાભરના લોકો પ્રશંસા કરે છે. દેશની મોટી વસતીને મોદી સરકારે સ્વાસ્થ્ય સુરક્ષા આપવાનું કામ કર્યું છે. મધ્ય પ્રદેશ સરકાર આયુષ્માન ભારત યોજનામાં રોડાં નાખી રહી છે.
સાથોસાથ પીએમ કિસાન સન્માન નિધિન યોજના માટે યોગ્યતા ધરાવતાં ખેડૂતોની યાદી પણ હજુ સુધી મધ્ય પ્રદેશ સરકારે ઉપલબ્ધ નથી કરાવી. જેના કારણે પ્રદેશના ખેડૂતોને હજુ પણ આ યોજનાનો લાભ નથી મળી શક્યો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર