નવી દિલ્હી : સંસદમાં (Parliament) સોમવારે ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના (Union Minister Amit Shah)એક અંદાજથી સદનના સભ્યો હસવા લાગ્યા હતા. અમિત શાહે (Amit Shah)કહ્યું કે હું ક્યારેય કોઇ પર ગુસ્સે થતો નથી, મારો અવાજ ઊંચો છે. આ મારું મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે. આટલું જ કહેતા સદનમાં રહેલા સભ્યો હસવા લાગ્યા હતા.
લોકસભામાં સોમવારે દંડ પ્રક્રિયા (પહચાન) વિધેયક 2022 પર ચર્ચાની શરૂઆત કરતા વિરોધી દળો દ્વારા ગુસ્સો કરવાની વાત કહેવા પર તેનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે હું ક્યારેય ગુસ્સો કરતો નથી પણ કાશ્મીરનો સવાલ આવે છે તો ગુસ્સે થઇ જાવ છું. બાકી ક્યારેક ગુસ્સે થતો નથી. જોકે મારો અવાજ ઊંચો છે આ મારું મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે.
ઓગસ્ટ 2019માં જમ્મુ કાશ્મીર પુર્નગઠન બિલ પર ચર્ચા દરમિયાન લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહ અને કોંગ્રસના સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરી વચ્ચે રકઝક થઇ હતી. આ દરમિયાન અધીર રંજન ચૌધરીના એક નિવેદન પર ગુસ્સો વ્યક્ત કરતા અમિત શાહે આક્રમક અંદાજમાં કહ્યું હતું કે કાશ્મીર માટે જીવ પણ આપી દઇશું.
Replying in the Lok Sabha on The Criminal Procedure (Identification) Bill, 2022. Watch live! https://t.co/fHeOuRuY5y
સોમવારે વિરોધી દળોએ આ દિવસને યાદ કરતા અમિત શાહના ગુસ્સાનો ઉલ્લેખ કર્યો હતો. જેનો જવાબ શાહે આ અંદાજમાં આપ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે તે સંસદમાં દંડ પ્રક્રિયા વિધેયક 2022 લઇને આવ્યા છે જે 1920ના બંદી શિનાખત કાનૂનનું સ્થાન લેશે.
તેમણે કહ્યું કે આ બિલથી દોષ સિદ્ધ કરવાની સાબિતી ભેગી કરી શકાશે. આ વિધેયકમાં ઘણું મોડુ થયું છે. 1980માં વિધિ આયોગે પોતાના રિપોર્ટમાં બંદી શિનાખત કાનૂન 1920 પર પુનવિચાર માટે પ્રસ્તાવ ભારત સરકારને મોકલ્યો હતો. દુનિયાભરમાં આપરાધિક કાનૂનમાં દોષ સિદ્ધિ માટે ઉપયોગ થતા ઘણા પ્રાવધાનોનું અધ્યયન કર્યા પછી આ બિલ લાવવામાં આવ્યું છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર