દિલ્હી હિંસા : ગૃહમંત્રી અમિત શાહે આપ્યો જવાબ, દિલ્હી પોલીસે 36 કલાકમાં હિંસા રોકી

ગૃહમંત્રી અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું - 25 ફેબ્રુઆરીની રાત્રે 11 વાગ્યા પછી રેકોર્ડ પ્રમાણે કોઇપણ હિંસાની ઘટના થઈ નથી

 • Share this:
  નવી દિલ્હી : અમિત શાહ લોકસભામાં દિલ્હી હિંસા પર વિપક્ષના સવાલોના જવાબ આપી રહ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે 25 ફેબ્રુઆરીની રાત્રે 11 વાગ્યા પછી રેકોર્ડ પ્રમાણે કોઇપણ હિંસાની ઘટના થઈ નથી. ગૃહમંત્રીએ દિલ્હી હિંસાને 36 કલાકની અંદર શાંત કરવામાં સફળતા મેળવવા બદલ દિલ્હી પોલીસની પ્રશંસા પણ કરી હતી. ગૃહમંત્રી પોતાના જવાબ પૂરો કરે તે પહેલા કોંગ્રેસના નેતા સદનમાંથી વોકઆઉટ કરી ગયા હતા.

  અમિત શાહે કહ્યું હતું કે 20 લાખ લોકોની વસ્તી વચ્ચે થઈ રહેલા રમખાણને દિલ્હીમાં અન્ય વિસ્તાર સુધી ફેલાવતા અટકાવવામાં પોલીસ સફળ રહી હતી. આ ઘટનાને દિલ્હીની 13 ટકા વસ્તી સુધી સિમિત રાખવાનું કામ દિલ્હી પોલીસે કર્યું છે. હું બધા સમયે દિલ્હી પોલીસ સાથે હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આગ્રા અને ડીનરમાં પણ હું ગયો ન હતો. અજીત ડોભાલને મેં જ દંગા પ્રભાવિત વિસ્તારમાં મોકલ્યા હતા. હું તે સ્થાનો પર એટલા માટે ન ગયો કારણ કે મારા જવાથી પોલીસ મારી સુરક્ષામાં લાગી જાત. તે સમયે દિલ્હી પોલીસનું મુખ્ય કામ રમખાણને રોકવાનું હતું.

  ગૃહમંત્રીએ કહ્યું હતું કે 300થી વધારે લોકો યૂપીથી ઉત્તરી-પૂર્વી દિલ્હીમાં હિંસા કરવા માટે આવ્યા હતા. 24 તારીખની રાત્રે જ યૂપીની બોર્ડર સીલ કરી દીધી હતી. આ કામ સૌથી પહેલા કરવામાં આવ્યું હતું. અમિત શાહે કહ્યું હતું કે 27 ફેબ્રુઆરીથી અત્યાર સુધી 700 લોકો પર FIR નોંધવામાં આવી છે. 24 ફેબ્રુઆરીએ 40, 25 ફેબ્રુઆરીએ 50, 26 ફેબ્રુઆરીએ 80 કંપનીઓ ઉત્તર-પૂર્વીમાં તૈનાત કરવામાં આવી હતી. હજુ સુધી તે કંપનીઓ ત્યા તૈનાત છે.

  આ પણ વાંચો - SBIએ કરોડો ગ્રાહકોને આપી મોટી ભેટ, બચત ખાતામાં નહી રાખવું પડે મિનિમમ બેલેન્સ

  આ પહેલા લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ દિલ્હીમાં થોડા દિવસો પહેલા ભડકેલી હિંસાને ઇન્સાનિયતની હાર ગણાવી હતી અને કહ્યું હતું કે સરકારે ધાર્યું હોત તો સમય રહેતા દંગા પર કાબુ કરી શકતી હતી. દિલ્હી પોલીસ દેશના સર્વશ્રેષ્ઠ સંસાધન સંપન્ન બળોમાં સામેલ છે. આમ થતા ત્રણ દિવસ સુધી રાજધાનીમાં હિંસા ચાલતી રહી. ગૃહમંત્રીએ આ વિશે સ્પષ્ટીકરણ આપવું પડશે.
  Published by:Ashish Goyal
  First published: