Home /News /national-international /Exclusive: કોંગ્રેસના આગેવાનીવાળી UPA સરકારના કાર્યકાળમાં CBI મારા પર મોદીને ફસાવવાનું પ્રેશર નાખતી હતી- અમિત શાહ

Exclusive: કોંગ્રેસના આગેવાનીવાળી UPA સરકારના કાર્યકાળમાં CBI મારા પર મોદીને ફસાવવાનું પ્રેશર નાખતી હતી- અમિત શાહ

amit shah

સુરતની એક કોર્ટ દ્વારા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ નેતા એક એવા વ્યક્તિ નથી, જેને કોર્ટે દોષિ ઠેરવ્યા હોય અને લોકસભાની સદસ્યતા ખોઈ દીધી હોય.

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કહ્યું કે, કોંગ્રેસની આગેવાનીવાળી યૂપીએ એટલે કે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકાર દરમ્યાન સીબીઆઈએ ગુજરાતમાં એક કથિત નકલી અથડામણ મામલામાં પીએમ મોદીને ફસાવવા માટે પ્રેશર નાખ્યું હતું. રાઈઝિંગ ઈંડિયા સંમેલન 2023માં નેટવર્ક 18 ગ્રુપના એડિટર ઈન ચીફ રાહુલ જોશી સાથે વાતચીત કરતા અમિત શાહે ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈને નબળી કરવા માટે કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું કે, 2014 અને 2019માં અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડવાનું વચન આપ્યું હતું. વિપક્ષ શું ઈચ્છે છે કે જે ભ્રષ્ટાચાર કરે તેના પર કેસ ન નોંધાય.

આ પણ વાંચો: મેરા ભોલા હૈ ભંડારી…સિંગર હંસરાજ રઘુવંશીએ ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી, રૉયલ લુકમાં વાહવાહી લૂંટી

તેમણે કહ્યું કે, સીબીઆઈ કોંગ્રેસ સરકાર દરમિયાન કથિત નકલી અથડામણ મામલામાં પીએમ મોદી, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, તો તેમને ફસાવવા માટે મારા પર પ્રેશર બનાવી રહી હતી. તેમ છતાં ભાજપે ક્યારેય હોબાળો કર્યો નથી. અમિત શાહે કહ્યું કે, હું જ્યારે ગુજરાતનો ગૃહમંત્રી હતો, તો સીબીઆઈએ મારા પર એક એન્કાઉંટર મામલામાં નકલી કેસ નોંધ્યો હતો. મારા પર સીબીઆઈના 90 ટકા સવાલોમાં એજ હતું, શા માટે પરેશાન થઈ રહ્યા છો, નરેન્દ્ર મોદીનું નામ લઈ લો, બચી જશો. અમે ક્યારેય કાળા કપડા પહેરીને સંસદ જામ નથી કરી. મને 90 દિવસમાં જ હાઈકોર્ટે જામીન આપી દીધા. કોર્ટે કહ્યું મારી ધરપકડ કરવા માટે સીબીઆઈ પાસે પુરતા પુરાવા નથી.

તેમણે આગળ કહ્યું કે, મામલો મુંબઈ હાઈકોર્ટને લઈને હતો. ગુજરાતથી બહાર. કોર્ટે કહ્યું કે, રાજકીય પ્રતિશોધ અંતર્ગત રાજકીય ઈશારા પર સીબીઆઈએ આ કેસ નોંધ્યો છે. એટલા માટે અમિત શાહ પર નોંધાયેલ કેસ અને તમામ આરોપ ફગાવીએ છીએ. આ જ લોકો બેઠા હતા. આજ ચિદંબરમ હતા. આ જ સોનિયા ગાંધી નેતૃત્વ કરતા હતા. યૂપીએ સરકારનું, આ જ મનમોહન સિંહ હતા. આ જ રાહુલ ગાંધી સાંસદ હતા. ત્યારે શું થયું હતું ભાઈ? અમે તો હાયતૌબા નહોતી કરી. અને તમારા પર જે કેસ ચાલી રહ્યા છે, તે ભ્રષ્ટાચારના કેસ ચાલી રહ્યા છે. રાહુલ ગાંધીનો કેસ જુદો છે. યૂપીએ સરકારની માફક નકલી અને મનમાનીભર્યો નથી.

આ પણ વાંચો: Rising India Summit 2023: કર્ણાટકની ચૂંટણીમાં ભાજપ બહુમતીથી જીતશે, કોંગ્રેસ અનામત પર રાજનીતિ કરી રહી છેઃ ધર્મેન્દ્ર પ્રધાન

રાહુલની પહેલા 17 નેતાઓની સંસદ સદસ્યતા ગઈ, ત્યારે લોકતંત્ર ખતરામાં નહોતુ?


સુરતની એક કોર્ટ દ્વારા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ નેતા એક એવા વ્યક્તિ નથી, જેને કોર્ટે દોષિ ઠેરવ્યા હોય અને લોકસભાની સદસ્યતા ખોઈ દીધી હોય. આ અગાઉ પણ 17 નેતાઓની સદસ્યતા ગઈ છે. ત્યારે લોકતંત્ર ખતરામાં નહોતું આવ્યુ? ફક્ત રાહુલ ગાંધીના કિસ્સામાં લોકતંત્ર ખતરામાં આવી જાય છે? મંત્રીએ ઉદાહરણ તરીકે લાલૂ યાદવ, જયલલિતા જેવા નેતાઓના નામ પણ ગણાવ્યા. તેમણે કહ્યું કે, હાઈકોર્ટમાં જવાની બદલે રાહુલ ગાંધી હોબાળો મચાવવાની કોશિશ કરી રહ્યા છે. અને પોતાના નસીબ માટે પીએમ મોદીને દોષ આપી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી મોદી પર દોષનો ટોપલો ઢોળવાની જગ્યાએ પોતાની જાતને દોષિ માની ઉપરની કોર્ટમાં જવું જોઈએ.

રાહુલ ગાંધીએ જાહેરમાં અધ્યાદેશ ફાડ્યો હતો, હવે સજા થવા પર વિલાપ કરે છે


તેમણે એવું પણ કહ્યું કે, જે કાનૂન અંતર્ગત રાહુલ ગાંધીની સદસ્યતા ગઈ છે, તેને અમે બદલવા માગતા હતા. પણ કોંગ્રેસ બદલવા માગતી નહોતી. તેના માટે કોંગ્રેસવાળી યૂપીએ સરકાર અધ્યાદેશ લઈને આવી હતી. જેને રાહુલ ગાંધીએ ફાડી નાખ્યો હતો. જો તે અધ્યાદેશ આવી ગયો હોત તો, કદાચ તે બચી જાત. હવે સજા થતાં વિલાપ કરે છે. જ્યાં સુધી એજન્સીઓના દુરુપયોગનો મામલો છે, તો હું કોંગ્રેસના મિત્રોને કહેવા માગુ છું કે, આપ એક આંગળી કોઈના તરફ કરશો તો, ચાર આંગળી આપના તરફ આવશે. આ દેશની જનતાએ આપના શાસનકાળમાં બધું જોયું છે. પણ અમે ક્યારેય કાળી પાઘડી અને કાળા કપડા નથી પહેર્યા. કાનૂની મામલો છે. કાનૂનમાં વિશ્વાસ હોવો જોઈએ. નિર્દોષ હશો તો કાયદો આપને છોડી દેશે.

આ પણ વાંચો: PHOTOS: અયોધ્યા બાદ ઝારખંડમાં પણ આવેલું છે ભગવાન રામલલાનું મંદિર, 4 રાજ્યોના ભક્તોની ભીડ ઉમટી

અમૃતપાલ પર શું બોલ્યા અમિત શાહ


અમૃતપાલને લઈને મુખ્યમંત્રી ભગવંત માન સાથે બેઠક અને બાદમાં ખાલિસ્તાન સમર્થક પર કાર્યવાહી વિશે પુછતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, બધી વાતો જાહેરમાં ન કહી શકુ. દર 3 મહિને પંજાબના મુખ્યમંત્રીને મળું છું, દરેક રાજ્યના મુખ્યમંત્રીને મળું છું. તેને કોઈ ઘટના સાથે જોડીને જોઈ શકાય નહીં. જ્યાં સુધી મોદી સરકારનો મામલો છે, કોઈ પણ રાજ્યમાં લો એન્ડ ઓેર્ડરનો મુદ્દો છે, રાજનીતિથી ઈતર અમે તે રાજ્ય સાથે ઊભા રહી છીએ. આ મામલો દેશનો હોય છે. રાજકારણનો નહીં. પંજાબ સરકાર જે પણ પગલા લેવા માગે છે, કેન્દ્ર સરકાર તેની સાથે છે. અમૃતપાલને નહીં પકડી શકવામાં કોની ભૂલ છે, તેના જવાબમાં શાહે કહ્યું કે, ભૂલનું આટલું જલ્દી આકલન ન થાય. ઘણા બધા લોકો પકડાયા છે, હથિયાર પણ પકડાયા છે. એનએસએસએ પણ લગાવ્યા. આ કઠોર કાર્યવાહી છે. પોલીસ અને એજન્સી પોતાના કામમાં લાગેલી છે. આ વાતો જાહેર ઈન્ટરવ્યૂ માટે હોતી નથી.

ભારતીય દૂતાવાસો પર હુમલો અને હિંસક પ્રદર્શન પર શું બોલ્યા અમિત શાહ


બીજા દેશોમાં ભારતીય દૂતાવાસો પર હુમલા અને હિંસક પ્રદર્શન પર અમિત શાહે કહ્યું કે, ભારતનું દૂતાવાસ ક્યાંય પણ હોય. ભારતનો ભાગ હોય છે. પરિસરની અંદર હુમલો થયો. દિલ્હીમાં એફઆઈઆર થઈ. જે લોકોએ હુમલો કર્યો, તેમના પર કાર્યવાહી થશે. યૂએપીએ લગાવ્યા છે. વીડિયો રેકોર્ડિંગ મગાવ્યા છે. તેના આધાર પર કાર્યવાહી થશે. ખાલિસ્તાનના આ આંદોલન પાછળ કોનો હાથ છે. તે કહેવું મુશ્કેલ છે. આ 80ના દાયકાથી ચાલી આવે છે. પણ મારુ માનવું છે કે, આ દેશના દરેક ભાગમાં અને પંજાબમાં પણ રહેતા મોટા ભાગના શિખ ભાઈ બહેન માને છે કે ભારત સાથે રહેવું જોઈએ. તેમણે નિષ્ઠા સાથે દરેક ક્ષેત્રમાં યોગદાન આપ્યું છે. ખાસ કરીને સુરક્ષાના ક્ષેત્રમાં, આંતરિક સુરક્ષાના ક્ષેત્રમાં યોગદાન સિખ ભાઈઓ, સિખ જવાનોએ આપ્યું છે. આટલુ બલિદાન કોઈએ નથી આપ્યું. સમગ્ર દેશને તેમના પર ગર્વ હોવો જોઈએ.

ભારત 2047માં દુનિયાના દરેક ક્ષેત્રમાં નંબર 1 હશે


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ભારત પોતાની આઝાદીના જ્યારે 100 વર્ષ પુરા કરશે, તો દરેક ક્ષેત્રમાં નંબર 1 હશે. ભારતે તમામ ક્ષેત્રમાં પોતાની જાતને સાબિત કરી છે. રક્ષા અને રક્ષાની આત્મનિર્ભરતા પર સૌથી વધઆરે કામ 10 વર્ષમાં થયા છે. ઘણા બધા ક્ષેત્રમાં ભારતે કર્યું છે. તેનો શ્રેય જમીન પર કામ કરનારા લોકોને જાય છે. રાઈઝિંગ ઈંડિયા સંમેલન 2023માં નેટવર્ક 18 ગ્રુપના એડિટર ઈન ચીફ રાહુલ જોશીએ જ્યારે પુછ્યું કે, રાઈઝિંગ ઈંડિયાને આપ કેવી રીતે જુઓ છો, અને તેમાં રિયલ હીરોનું યોગદાન કેવું છે? અમિત શાહે કહ્યું કે, પીએમ મોદીએ એક સપનું જોયું છે.

તેમનું સપનું છે કે, દરેક ક્ષેત્રમાં ભારત નંબર 1 બને. વિતેલા 9 વર્ષમાં આ દિશામાં કામ થયું છે અને દુનિયાની સામે ભારતે પોતાને સાબિત કર્યું છે. પછી તે રમત ગમત હોય, અર્થતંત્રમાં સુધારો હોય. લોકતંત્રને મજબૂત કરવાનું હોય કે કેન્દ્ર અને રાજ્યોના સંબંધો સારા બનાવાનીને તેને દુનિયાની સામે રાખ્યું છે. અંતરિક્ષ ક્ષેત્રમાં અમે કામ કર્યું છે દેશની આંતરિક સુરક્ષા પહેલાથી વધારે સારી છે. જમ્મુ કાશ્મીર, નોર્થ ઈસ્ટ અને વામપંથી નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં પણ હવે દેશની સુરક્ષા એજન્સીઓ તૈનાત છે અને તેમનો કંટ્રોલ છે. અમને પુરેપુરો વિશ્વાસ છે કે, જે સપનું મોદીએ જોયું છે, તેને અમે સિદ્ધ કરીશુ. ભારતને દરેક ક્ષેત્રમાં નંબર 1 બનાવીશું.

વીર સાવરકરને લઈને રાહુલ ગાંધી પર વરસ્યા અમિત શાહ


વીર સાવરકર પર કોંગ્રેસ નેતાની ટિપ્પણીને લઈને ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, વીર સાવરકર પર તેમને ટિપ્પણ ન કરવી જોઈએ. દેશ માટે સૌથી વધારે પીડા સહન કરનારા વીર સાવરકર છે. તેઓ સાવરકર વિશે પોતાની દાદી ઈંદિરા ગાંધીનું ભાષણ સાંભળી લે. રાહુલના સાથી પણ તેમને સમજાવી રહ્યા છે.

આ પણ વાંચો: VIDEO: અનોખી માન્યતા; આ ઝાડ પર ફાટેલા તૂટેલા કપડા ટીંગાડવાથી બીમાર લોકો થાય છે સાજા

હું કર્ણાટકમાં 9 ચક્કર લગાવી ચુક્યો છે, અમે પૂર્ણ બહુમતની સરકાર બનાવવા જઈ રહ્યા છીએ- અમિત શાહ


કર્ણાટક ચૂંટણીને લઈને અમિત શાહે કહ્યું કે, હું કર્ણાટકમાં 9 ચક્કર લગાવી ચુક્યો છું. ત્યાં અમે પૂર્ણ બહુમતની સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. ગૃહમંત્રી એ કહ્યું કે, અમે પૂર્ણ બહુમતની સરકાર ત્યાં બનાવવા જઈ રહ્યા છીએ. ભાજપે યેદિયુરપ્પાની વરિષ્ઠાને ક્યારેય સવાલ નથી કર્યો. અમારી પાર્ટીમાં વરિષ્ઠ નેતાઓનું સન્માન છે. યેદિયુરપ્પ અમારા સ્ટાર કેમ્પેનર હશે. તેમણે કહ્યું કે, બોમ્મઈજીના કામને જનતાએ સ્વીકાર કર્યો છે. કર્ણાટકની જનતા ડબલ એન્જીનની સરકાર ઈચ્છે છે. તો વળી કર્ણાટકના ભાજપ ઉમેદવારી યાદી નહીં જાહેર કરવાના સવાલ પર અમિત શાહે કહ્યું કે, જેડીએસમાં એક પરિવાર બેસી જાય છે એટલા માટે નિર્ણય થઈ જાય છે. કોંગ્રેસમાં કેટલાય પરિવાર બેસી જાય તો, નિર્ણય થઈ જાય છે. અમે કાર્યકર્તા સાથે ચર્ચા કરી નિર્ણય લેતા હોય છીએ એટલા અમે થોડા ધીમા છીએ.

ડ્રગ્સ ફ્રી ઈંડિયાના સપના પર શું બોલ્યા અમિત શાહ


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ડ્રગ્સ એક એવી સમસ્યા છે, જેની સમાપ્તિની કોઈ ડેટ નથી હોતી. આ લડાઈ લાંબા સમય સુધી ચાલતી લડાઈ છે. પણ અમે અપ્રોચમાં બદલાવ થઈ શકે છે. નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ ડ્રગ્સ વિરુદ્ધની લડાઈમાં અમે અપ્રોચ બદલ્યા છે. અમે 2020થી એનકોડ વ્યવસ્થા લઈને આવ્યા છે. કેન્દ્ર અને રાજ્ય મળીને તેની લડાઈ લડી રહ્યા છીએ. પહેલા 9 વર્ષમાં 630 કરોડનું ડ્રગ પકડાયું હતું. પણ આ નવ વર્ષમાં 22 હજારનું ડ્રગ પકડાયું છે. દર ત્રણ મહિને હું મારા હાથે ડ્રગ સળગાવું છું. અમારુ તંત્ર કઠોરતાથી કામ કરી રહ્યું છે. પહેલા ડ્રગ વિરુદ્ધ કેસ થતાં હતા, તો કેસનો અપ્રોચ હતો. હવે ટોપ ટૂ બોટમ અને બોટમ ટૂ ટોપ અપ્રોચ સાથે કામ થાય છે. ડ્રગ માફિયાની સિસ્ટમ પર મોદી સરકારે કુઠારાઘાત કર્યો છે. આ લડાઈ સાથે યુવાનોએ જોડાવું પડશે.
First published:

Tags: Aamit shah, BJP Vs Congress