અરુણ જેટલીની વિદાય : ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ- પરિવારના સભ્યને ગુમાવી દીધા

News18 Gujarati
Updated: August 24, 2019, 2:04 PM IST
અરુણ જેટલીની વિદાય : ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ- પરિવારના સભ્યને ગુમાવી દીધા
અરુણ જેટલીજીનું જવું મારા માટે એક વ્યક્તિગત ક્ષતિ છે : અમિત શાહ

અરુણ જેટલીજીનું જવું મારા માટે એક વ્યક્તિગત ક્ષતિ છે : અમિત શાહ

  • Share this:
પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું શનિવાર બપોરે 12.07 વાગ્યે નિધન થયું છે. દિલ્હીની એઇમ્સમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા. જેટલીને 10 ઓગસ્ટે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની વિદાયથી ગૃહ મંત્રી અમિત શાહે શોક વ્યક્ત કરતાં કહ્યું કે, પરિવારના સભ્યને ગુમાવી દીધા છે.

અમિત શાહે અરુણ જેટલીના નિધન પર ટ્વિટ કરીને લખ્યું કે, અરુણ જેટલીજીના નિધનથી અત્યંત દુ:ખી છું, જેટલીજીનું જવું મારા માટે એક વ્યક્તિગત ક્ષતિ છે. તેમના રુપમાં મેં સંગઠનના એક સિનીયર નેતા ગુમાવ્યા છે ઉપરાંત પરિવારના એક એવા અભિન્ન સભ્યને પણ ગુમાવ્યા છે જેમનો સાથ અને માર્ગદર્શન મને વર્ષો સુધી પ્રાપ્ત થતા રહ્યા.
આ પણ વાંચો, અરુણ જેટલીએ અંતિમ સમયમાં આ લોકોને યાદ કર્યા

નોંધનીય છે કે, ગૃહ મંત્રી અમિત શાહને અરુણ જેટલીના નિધનના સમાચાર મળતાં તેઓએ પોતાની હૈદરાબાદ મુલાકાત ટૂંકાવી દિલ્હી પરત ફરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો, પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું લાંબી માંદગી બાદ નિધન
First published: August 24, 2019
વધુ વાંચો
अगली ख़बर