પશ્ચિમ બંગાળમાં અડધીથી વધુ સીટો બીજેપી જીતશે, અમેઠીમાં રાહુલનું જીતવું મુશ્કેલ: અમિત શાહ

News18 Gujarati
Updated: April 1, 2019, 12:24 PM IST
પશ્ચિમ બંગાળમાં અડધીથી વધુ સીટો બીજેપી જીતશે, અમેઠીમાં રાહુલનું જીતવું મુશ્કેલ: અમિત શાહ
પશ્ચિમ બંગાળની રાજનીતિ પર અમિત શાહે કહ્યું કે, રાજ્યમાં અમે 42માંથી 23 સીટો પર જીત નોંધાવીશું

પશ્ચિમ બંગાળની રાજનીતિ પર અમિત શાહે કહ્યું કે, રાજ્યમાં અમે 42માંથી 23 સીટો પર જીત નોંધાવીશું

  • Share this:
Network 18 દ્વારા રવિવારે 'News18 એજન્ડા ઈન્ડીયા' કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ભાજપા અધ્યક્ષ અમિત શાહે આર્ટીકલ 35એ, રામ મંદિર, શિવસેના ગઠબંધન, ત્રિપલ તલાક, વિકાસ, ચૂંટણી એજન્ડા જેવા અનેક મુદ્દા પર વાતચીત કરી. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે, અમેઠી સીટ પર વખતે રાહુલ ગાંધી માટે કઠિન રહેશે. ત્યાંથી તેમણે જીતવું મુશ્કેલ છે. સ્મૃતિજીએ તેમના કરતા વધારે પ્રવાસ કર્યા છે.

અમિત શાહે કહ્યું કે, 2014 લોકસભા ચૂંટણીમાં અમેઠી સીટ પર કોંગ્રેસ એક લાખ વોટોના અંતરથી જીતી હતી. જો તે પહેલાની ચૂંટણી પર નજર નાખીએ તો તેમાં કોંગ્રેસને 4 લાખથી વધુ વોટથી જીત મળી હતી. અમેઠીમાં કોંગ્રેસનો જનાધાર ઘટી રહ્યો છે અને બીજેપીનો જનાધાર વધી રહ્યો છે. આ વખતે રાહુલ ગાંધીનું જીતવું મુશ્કેલ છે.

પશ્ચિમ બંગાળની રાજનીતિ પર અમિત શાહે કહ્યું કે, રાજ્યમાં અમે 42માંથી 23 સીટો પર જીત નોંધાવીશું. તેઓએ કહ્યું કે બંગાળમાં મમતા બેનર્જીની તાનાશાહીથી જનતા પરેશાન છે. ત્યાં બીજેપીનો જનાધાર વધ્યો છે.

આ પણ વાંચો, Agenda India: દેશમાં કોઇ શિક્ષા અને પ્રદુષણની વાત નથી કરતુંઃ સિબ્બલ

રામ મંદિર પર શાહે કહ્યું કે, રામ જન્મભૂમીનો મુદ્દો બીજેપી માટે કમિટમેન્ટ હતો, છે અને રહેશે. અમે ઈચ્છીએ છીએ કે, તે જગ્યા પર જ રામ મંદિર બને, કોર્ટની કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છીએ. તે વિવાદીત જન્મભૂમી નથી. હવે વિપક્ષ આ મુદ્દે પોતાનો મત સ્પષ્ટ કરે.

અમિત શાહે શિવસેના પર કહ્યું કે, શિવસેનાને અમે નહી, શિવસેનાએ તમને ઘુટ્ટી પીવડાવી છે.આ પણ વાંચો, Agenda India: શું ઇન્ટેલિજન્સ ફેલિયર પર સવાલ ન પૂછવા જોઈએ? -સુરજેવાલા

ચૂંટણી પર અમિત શાહે કહ્યું કે, હાલમાં પ્રથમ ચરણનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. મેં સમગ્ર દેશની જનતાનો મૂડ જોયો છે. દેશની જનતા નરેન્દ્ર મોદીની સાથે ઊભી છે. બીજેપીનો જનાધાર આ વર્ષે વધશે. યૂપી પર તેમણે કહ્યું કે, 5 વર્ષમાં દેશની રાજનીતિમાં ખુબ પરિવર્તન આવ્યું છે. હવે એવું નથી રહ્યું કે, બે નેતા ભેગા થઈ જાય તો, વોટબેન્ક પણ ભેગી થઈ જશે. મતદાતા હવે બધુ જ સમજે છે. હવે વોટબેન્કની રાજનીતિ નથી ચાલતી. હવે મતદાતા પોતાના વોટના ખુદ માલિક છે.

આ પણ વાંચો, Agenda India: પીએમ મોદીએ પુલવામા હુમલા પર રાજકારણ કર્યું- મનીષ તિવારી

કોંગ્રેસની ન્યૂનત્તમ આવકની સ્કીમ પર અમિત શાહે કહ્યું કે, સ્કીમ ખુબ આવે છે પરંતુ તેને અમલમાં લાવવાનો મામલો છે. નહેરૂ અને ઈન્દીરા ગાંધી સાથે કોંગ્રેસની પાંચ પેઢી આવી સ્કીમ લઈને આવતી રહેશે. પરંતુ આજ દીન સુધી કોઈ સ્કીમ દેશના કામમાં નથી આવી. કોઈ પણ યોજનાથી જનતાને લાભ નથી મળ્યો. તેમણે રઘુરામ રાજન પાસે પણ આની પુષ્ટી કરાવી છે, આ પ્રસ્ન પર શાહે કહ્યું કે, આવી સ્કીમો પહેલા કેમ ન લાવ્યા. અત્યારે જ કેમ લાવ્યા. એર સ્ટ્રાઈક બાદથી ચિંતામાં પડી ગયા છે. તેથી હવે આ પ્રકારની યોજના લાવી રહ્યા છે.
First published: April 1, 2019, 8:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading