જે CAAની વિરુદ્ધ છે, તે દલિત વિરોધી છે : અમિત શાહ

News18 Gujarati
Updated: January 18, 2020, 9:43 PM IST
જે CAAની વિરુદ્ધ છે, તે દલિત વિરોધી છે : અમિત શાહ
જે CAAની વિરુદ્ધ છે, તે દલિત વિરોધી છે : અમિત શાહ

અમિત શાહે હુબલીમાં ભાષણ દરમિયાન કહ્યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ભ્રમ ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે

  • Share this:
હુબલી : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah)કર્ણાટકના હુબલી ખાતે જનસભાને સંબોધતા કહ્યું હતું કે જે લોકો CAAની વિરુદ્ધમાં છે તે દલિત વિરોધી છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ ઉપર પણ પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસે(Congress)દેશને ધર્મના આધારે વહેચ્યો છે. અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પડકાર આપ્યો છે કે સંશોધિત નાગરિકતા કાનૂન કોઈપણ ભારતીય મુસ્લિમની નાગરિકતા છીનવી લેશે તે સાબિત કરી બતાવે. તેમણે રાહુલ ગાંધીને આ આખો કાનૂન વાચવાની સલાહ પણ આપી છે.

અમિત શાહે હુબલીમાં ભાષણ દરમિયાન કહ્યું હતું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી (Rahul Gandhi)ભ્રમ ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સીએએમાં એવી કોઈ કલમ નથી જે મુસલમાનોની નાગરિકતા લેવાની વાત કરતી હોય.

આ પણ વાંચો - પશ્ચિમ બંગાળના BJP અધ્યક્ષનું વિવાદિત નિવેદન, કહ્યું- CAA વિરોધી પોતાના માતા-પિતાનું નામ પણ જાણતા હશે નહીં

અમિત શાહે કહ્યું હતું કે હું રાહુલ ગાંધીને પડકાર આપું છું કે સીએએ પુરી રીતે વાંચે, જો તમને કશું પણ એવું મળે કે જે ભારતીય મુસ્લિમોની નાગરિકતા છીનવી લેતી હોય તો અમારા સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી તમારી સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે. ભાજપાના રાષ્ટ્રવ્યાપી ‘જન જાગરણ અભિયાન’અંતગર્ત સીએેએ પર જનસભાને સંબોધિત કરતા અમિત શાહે કોંગ્રેસ પર દેશને ધર્મના આધારે વેહેચવાનો આરોપ લગાવ્યો હતો.

ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ, કમ્યુનિસ્ટ પાર્ટી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, બસપા અને સપા પર સીએએને લઈને વોટ બેન્કની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ રેલીમાં મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી સહિત ઘણા અન્ય ભાજપના નેતા હાજર રહ્યા હતા.
First published: January 18, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading