મોબાઇલ સેવા પર પ્રતિબંધ માનવાધિકારોનું ઉલ્લંઘન નથી : અમિત શાહ

News18 Gujarati
Updated: September 29, 2019, 5:14 PM IST
મોબાઇલ સેવા પર પ્રતિબંધ માનવાધિકારોનું ઉલ્લંઘન નથી : અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહની ફાઇલ તસવીર

ગૃહ મંત્રી અમિત શાહ (Amit shah)એ કહ્યું, કાશ્મીરમાં (kashmir)માં 196 પોલીસ મથકોની હદમાંથી કર્ફ્યૂ હટાવી લીધો છે. ફક્ત આઠ પોલીસ મથકોની હદમાં 144 લાગુ

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit shah) રવિવારે કહ્યું કે હવે કાશ્મીરમાં કોઈ પ્રતિબંધ નથી. સમગ્ર વિશ્વમાં જમ્મુ-કાશ્મીર (Jammu kashmir)ને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી બંધારણની કલમ-370ને દૂર કરવાના ભારતના નિર્ણયનું સમર્થન મળ્યું છે.

શાહે જણાવ્યું કે ' વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીર માટે લીધેલો નિર્ણય જમ્મુ-કાશ્મીરને આગામી 5-7 વર્ષમાં દેશનું સૌથી વિકસિત રાજ્ય બનાવશે. તેમણે જમ્મુ-કાશ્મીર વિશે થઈ રહેલા કુપ્રચારની ટીકા પણ કરી હતી.

શાહે રાષ્ટ્રીય સુરક્ષા પર આયોજીત એક કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું, ' ક્યાં પ્રતિબંધ છે? પ્રતિબંધ ફક્ત તમારા માનસમાં છે. ફક્ત દુષ્પ્રચાર થઈ રહ્યો છે. કાશ્મીરમાં માં 196 પોલીસ મથકોની હદમાંથી કર્ફ્યૂ હટાવી લીધો છે. ફક્ત આઠ પોલીસ મથકોની હદમાં 144ની કલમ લાગુ છે.' આ કલમ અતંર્ગત પાંથી વધુ લોકો એકઠા થઈ શકતા નથી.

કોઈએ વિધવાઓ અને બાળકોનો મુદ્દો ન ઉઠાવ્યો

અમિત શાહે સંયુક્ત રાષ્ટ્રની મહાસભા (UNGA)નો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે વિશ્વના એક પણ નેતાએ જમ્મુ-કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવ્યો નથી જે ભારતની કૂટનિતીની જીત છે. આતંકવાદે જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધી 41,800 લોકોનો જીવ લીધો છે પરંતુ એક પણ નેતાઓએ એ જવાનો, એ મહિલાઓ એ વિધવાઓના અનાથ બાળકોનો મુદ્દો નથી ઉઠાવ્યો.'તેમણે ઉમેર્યુ કે થોડા દિવસો માટે મોબાઇલ સેવા ચાલું ન હોવાના કારણે લોકો ઉહાપોહ મચાવી રહ્યા છે. જોકે, મોબાઇલ સેવા ચાલુ ન હોવી એ માનવાધિકારોનું ઉલ્લંઘન નથી.' શાહે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં 10,000 લૅન્ડ લાઇન જોડાણો આપવામાં આવ્યા છે. જ્યારે કે પાછલા બે મહિનામાં છ હજાર પી.સી.ઓ આપવામાં આવ્યા છે. આ નિર્ણય ભારતની એકતા અને અખંડિતતાને મજબૂત કરશે.'
First published: September 29, 2019, 5:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading