EXCLUSIVE: દિલ્હી સરકારથી લોકોનો મોહભંગ થઈ ગયો છે - અમિત શાહ

News18 Gujarati
Updated: October 17, 2019, 9:36 PM IST
EXCLUSIVE: દિલ્હી સરકારથી લોકોનો મોહભંગ થઈ ગયો છે - અમિત શાહ
અમિત શાહ

અમિત શાહે કહ્યુ કે, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અમે જીત્યા, વિધાનસભા ચૂંટણીમાં તમામ સીટો અમારી હશે

  • Share this:
નવી દિલ્હી : દેશના ગૃહ મંત્રી (Home Minister) અને બીજેપી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ (Amit Shah)એ દિલ્હીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી (Delhi assembly election) બાબતે ભરોસો વ્યક્ત કર્યો કે પાર્ટીની જીત નક્કી છે. ન્યૂઝ18 નેટવર્ક સમૂહ (News18 Network)ના એડિટર ઇન ચીફ રાહુલ જોશી (Rahul Joshi)ને આપેલા એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂ (EXCLUSIVE Interview)માં અમિત શાહે કહ્યુ કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અમે જીત્યા, વિધાનસભા ચૂંટણીમાં તમામ સીટો અમારી હશે અને હાલની વાત કરીએ તો દિલ્હીની સરકાર પરથી લોકોનો મોહભંગ થઈ ગયો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે દિલ્હીમાં ચૂંટણી ક્યારે યોજાશે તો તેઓએ કહ્યુ કે, એ તો ચૂંટણી પંચનું કામ છે કે તેઓ જ્યારે કરાવશે ત્યારે થશે. તેઓએ કહ્યુ કે, આમ તો જાન્યુઅરી અંત કે ફેબ્રુઆરીની શરૂઆતમાં ચૂંટણી થાય છે.

દિલ્હીમાં કોણ ચહેરો હશે?

અમિત શાહને એ પૂછવામાં આવ્યું કે, ગત ચૂંટણીમાં પણ દિલ્હીમાં આપનો કોઈ ચહેરો નહોતો, આ વખતે પણ કોઈ ચહેરો નહીં હોય તેનાથી તમને નુકસાન થઈ શકે છે? આ સવાલના જવાબમાં શાહે કહ્યુ કે, એવું નથી કે કોઈ ચહેરો નહોતો કે છે, પાર્ટી તેની પર વિચાર કરશે. તેની સાથે જ તેઓએ કહ્યુ કે મને વિશ્વાસ છે કે જે પ્રકારથી AAP પાર્ટીથી મોહભંગ થયો છે તેનો વિકલ્પ ભારતીય જનતા પાર્ટી જ હોઈ શકે છે કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં અમે સૌથી મોટા વિજેતા બન્યા છીએ અને લોકસભામાં પણ સો ટકા વિજય મેળવ્યો છે.

'ખરેખર કેવું કામ કર્યુ છે તેનાથી ફરક પડે છે'

જ્યારે ગૃહ મંત્રીથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિશે પૂછવામાં આવ્યું કે બે વર્ષમાં તેઓએ પોતાની સ્ટ્રેટેજીમાં ફેરફાર કર્યો છે, કોઈ હુમલા નથી કર્યા, ત્યાં સુધી કે આર્ટિકલ 370 હટાવવા પર તેઓ પહેલા નેતા હતા જેઓએ સમર્થન કર્યુ. તો શાહે કહ્યુ કે, તે બધું ઠીક છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેનાથી કોઈ ફરક પડશે તો તેઓએ કહ્યુ કે, પર્ફોમન્સ સાથે તેનું કોઈ લેવા-દેવા નથી. હું ઉપર છલ્લી રીતે શું બોલું છું તેના આધારે જ વોટ નક્કી થાય છે. તેનાથી કોઈ ફરક પડશે એવું હું નથી માનતો. મતદાતા પોતાનો મત નક્કી કરે છે અને તેનાથી ખરેખર કરેલા પર્ફોમન્સની એક મોટો રોલ હોય છે.

'હરિયાણામાં સ્થિતિ સારી'અમિત શાહને જ્યારે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની સ્થિતિ પર સવાલ પૂછવામાં આવ્યો તો તેઓએ કહ્યુ કે, હરિયાણામાં અમારી સ્થિતિ ઘણી સારી છે અને આર્ટિકલ 370 હટાવવાનો પ્રભાવ અહીં સ્પષ્ટ દેખાય છે. તેઓએ કહ્યુ કે, સૌથી વધુ સેનામાં મોકલનારા પ્રદેશમાં એક પ્રદેશ હરિયાણા છે અને રાજ્યમાં ઝીરો ભ્રષ્ટાચારવાળી સરકાર ચાલી છે. યૂપીએની સરકારે હરિયાણાને 22 હજાર કરોડ રૂપિયા 5 વર્ષમાં આપ્યા હતા, મોદીજીની સરકારે અંદાજે એક લાખ 17 હજાર કરોડ રૂપિયા આપ્યા છે. તેનાથી ઘણું પરિવર્તન આવ્યું છે.

આ પણ વાંચો,

અમિત શાહે શિવસેનાને ઈશારામાં આપ્યો સંદેશ, BJP પોતાના બળે મહારાષ્ટ્રમાં સત્તા મેળવશે
અમિત શાહનું મોટું નિવેદન, મૉબ લિંચિંગ ગરીબની સાથે થાય છે, કોઈ ખાસ જાતિની વિરુદ્ધ નહીં
First published: October 17, 2019
વધુ વાંચો
अगली ख़बर