મુંબઈ : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી (Maharashtra Asembly Election)ની જાહેરાત થતાં જ ભાજપ (BJP)એ ચૂંટણી બ્યૂગલ ફૂંકી દીધું છે. ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ ચૂંટણી અભિયાનનો જોરદાર પ્રારંભ કરતાં કાશ્મીર મુદ્દે કોંગ્રેસ (Congress) પર સીધું નિશાન સાધ્યું. તેઓએ કહ્યું કે, કાશ્મીરથી આર્ટિકલ 370 (Article 370) હટાવવો ભાજપ માટે રાજકીય મુદ્દો નથી. કોંગ્રેસને તેમાં રાજકારણ દેખાય છે અને અમને તેમાં દેશભક્તિ દેખાય છે.
અમિત શાહ (Amit Shah)એ કહ્યું કે, આ હર્ષનો વિષય છે કે મહારાષ્ટ્ર ચૂંટણીના શ્રીગણેશ આર્ટિકલ 370 (Article 370)ના હટાવવાના પરિચયના કાર્યક્રમથી થઈ રહ્યો છે. 370 હટાવવો ભાજપ માટે રાજકીય મુદ્દો નથી, ભારત માતાને વધુ અખંડ બનાવવાનો સંકલ્પ છે જે મોદીજીએ પૂરો કર્યો છે. કોંગ્રેસને તેમાં રાજકારણ દેખાય છે અને અમને તેમાં દેશભક્તિ દેખાય છે.
Amit Shah:Rahul Gandhi says Article 370 is a political issue. Rahul Baba you have come into politics now,but 3 generations of BJP have given their life for Kashmir,for abrogation of Article 370. It's not a political matter for us,it's part of our goal to keep Bharat maa undivided https://t.co/Jq3FBxjX2A
તેઓએ કહ્યું કે, એક દેશમાં બે કાયદા, બે નિશાન અને બે પ્રધાન નહીં ચાલે, આ જનસંઘને લઈને આજ સુધીનો અમારો નારો રહ્યો. આ નારાની સાથે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી કાશ્મીર ગયા, તે સમયે ત્યાં જવા માટે પરમિટની જરૂર પડતી હતી, પરંતુ તેઓ પરમિટ વગર ગયા. તેમને શેખ અબ્દુલ્લા દ્વારા ધરપકડ કરવામાં આવ્યા અને ત્યાં જ સંદિગ્ધ સ્થિતિમાં તેમનું મૃત્યુ થઈ ગયું.
'PM મોદીના સાહસના કારણે 370 હટ્યો'
ગૃહમંત્રીએ કહ્યું કે, અમે આર્ટિકલ 370 અને 35એ હટાવવા માટે સમર્પિત કાર્યકર્તા રહ્યા છીએ. જ્યારથી આર્ટિકલ 370 અને 35એ અસ્તિત્વમાં આવ્યા ત્યારથી જનસંઘ અને ભાજપે તેનો વિરોધ કર્યો છે. તેની સાથે તેઓએ કહ્યું કે, દેશની સાથે કાશ્મીરને જોડવામાં અડચણ રહી છે, સાથોસાથ દેશની એકતામાં પણ અડચણ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સાહસ અને હિંમતના કારણે આ વખતે સંસદના પહેલા જ સત્રમાં આર્ટિકલ 370ને ઉખાડી ફેંકવામાં આવ્યો. હું ગર્વગી કહી શકું છું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને હવે ત્યાં આર્ટિકલ 370 નથી.
અમિત શાહે કહ્યું કે, આર્ટિકલ 370ના કારણે દેશમાં આતંકવાદ આવ્યો. ત્યારબાદ જ કાશ્મીરથી કાશ્મીરી પંડિતો, સૂફી-સંતોને કાઢી મૂકવામાં આવ્યા, આતંકવાદ ચરમ પર પહોંચ્યો અને અત્યાર સુધી 370ના કારણે લગભગ 40,000 લોકો માર્યા ગયા, અને કોંગ્રેસ પૂછે છે કે 370ને કેમ હટાવ્યો.
'કાશ્મીરમાં હજુ સુધી એક પણ વ્યક્તિનું મોત નથી થયું'
તેની સાથે જ તેઓએ કહ્યું કે, 5 ઑગસ્ટથી લઈને આજ સુધી કાશ્મીરમાં એક પણ વ્યક્તિનું મોત નથી થયું. 370 હટાવ્યા બાદ જનતા શાંતિથી પોતાનું જીવન પસાર કરી રહી છે, ત્યાંના માત્ર 10 પોલીસ સ્ટેશનોમાં પ્રતિબંધિત કલમો લાગી છે, 99 ટકા લેન્ડલાઇન શરૂ કરવામાં આવી છે, વેપાર ચાલુ છે.