આર્ટિકલ 370 પર અમિત શાહે કહ્યુ, કાશ્મીરમાં હવે લોહીની નદીઓ નથી વહેતી

કૉંગ્રેસ પર નિશાન સાધતાં અમિત શાહે કહ્યુ કે, કાશ્મીર મુદ્દે સમગ્ર દુનિયા ભારતની સાથે છે

News18 Gujarati
Updated: October 10, 2019, 3:00 PM IST
આર્ટિકલ 370 પર અમિત શાહે કહ્યુ, કાશ્મીરમાં હવે લોહીની નદીઓ નથી વહેતી
અમિત શાહ (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: October 10, 2019, 3:00 PM IST
મુંબઈ : હરિયાણા (Haryana)ની સાથે મહારાષ્ટ્ર (Maharashtra)માં પણ વિધાનસભા ચૂંટણી (Assembly election)નું બ્યૂગલ વાગી ચૂક્યું છે. ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress)ની સાથે જ અન્ય પાર્ટીના સીનિયર નેતા સતત ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ગુરુવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહ મંત્રી અમિત શાહ (Home minister Amit Shah) મહારાષ્ટ્ર સાંગલીમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા. અહીં એક જનસભાને સંબોધિત કરતાં તેઓએ જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)થી આર્ટિકલ 370 (Article 370)ને હટાવવાના નિર્ણયના બહાને કૉંગ્રેસ અને રાહુલ ગાંધી (Rahul Gandhi) પર નિશાન સાધ્યું. તેઓએ કહ્યુ કે, ભારત (India)ને બે દેશથી મુક્તિ મળી ગઈ છે. રાહુલ પર નિશાન સાધતાં તેઓએ કહ્યુ કે, રાહુલજી કહે છે કે લોહીની નદીઓ વહેશે, પરંતુ હવે સમગ્ર કાશ્મીર શાંત છે.

'સમગ્ર દુનિયા ભારતની સાથે'

સાંગલીમાં જનસભાને સંબોધિત કરતાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ કે, અહીંની જમીન પશુ મેળા માટે જાણીતી છે. તેઓએ નાના પાટિલને પણ પ્રણામ કર્યા. ત્યારબાદ તેઓએ મુખ્ય વિપક્ષી પાર્ટી કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું. ભાજપ અધ્યક્ષે કહ્યુ કે, આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયનો કૉંગ્રેસ અને એનસીપીએ વિરોધ કર્યા હતો, પરંતુ આ મુદ્દે આજે સમગ્ર દુનિયા ભારતની સાથે છે. તેઓએ કહ્યુ કે, રાહુલજી કહે છે કે લોહીની નદીઓ વહેશે, પરંતુ સમગ્ર કાશ્મીર શાંત છે. સમગ્ર દુનિયા આર્ટિકલ 370ના મુદ્દે ભારતની સાથે છે. બીજી તરફ, પાકિસ્તાન એકલું પડી ગયું છે.


Loading...

'અમે સમગ્ર જીવન વિપક્ષમાં રહ્યા'

અમિત શાહે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઉદ્દેશીને કહ્યુ કે, રાહુલ ગાંધી હાલમાં જ વિપક્ષમાં આવ્યા છે, પરંતુ અમે (ભાજપ) સમગ્ર જીવન વિપક્ષમાં રહ્યા છીએ. વર્ષ 1971ના યુદ્ધ બાદ ઈન્દિરા ગાંધીને શુભેચ્છા આપનારા પહેલા નેતા અટલ બિહારી વાજપેગી હતા. તેઓએ કહ્યુ કે, રાહુલજી જો ગાળો આપવી છે તો મને આપો, મોદીજીને આપો, પરંતુ ભારત માતાના ટુકડા ન કરો.

'કૉંગ્રેસ-એનસીપી શાસનકાળમાં નીચે ગયું મહારાષ્ટ્ર'

અમિત શાહે પોતાના ભાષણ દરમિયાન કૉંગ્રેસ-એનસીપીના શાસનકાળનો પણ ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યુ કે, આઝાદી બાદ ઉદ્યોગ, કૃષિ, સિંચાઈ, દૂધ ઉત્પાદન વગેરે મહારાષ્ટ્રમાં આવ્યા હતા. રાજ્યમાં લગભગ 15 વર્ષ સુધી કોંગ્રેસ-એનસીપીનું શાસનકાળ રહ્યું, જેના કારણે મહારાષ્ટ્ર નીચે જતું રહ્યું. છેલ્લા 5 વર્ષોમાં ભાજપની સરકાર મહારાષ્ટ્રને ફરીથી વિકાસના રસ્તે લાવ્યું.

'ટ્રમ્પે પણ મોદીને મહાન નેતા માન્યા'

ચૂંટણી જનસભાને સંબોધિત કરવા દરમિયાન અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રાનો ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યુ કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પીએમ મોદીને દુનિયાના મહાન નેતા માન્યા. તેઓએ કહ્યુ કે, તેમની સરકારે માત્ર સાંગલી જિલ્લામાં જ ખેડૂતોનું લગભગ 3,700 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું. આ ઉપરાંત 1.17 લાખ ઘરોમાં શૌચાલય બનાવ્યા અને 46 હજાર મહિલાઓને ગેસ કનેક્શન આપ્યા. સાથોસાથ 38 હજાર ઘરોમાં વીજળી પહોંચાડવાનું કામ કર્યુ.

આ પણ વાંચો,

ટિકિટ ફાળવણી મામલે શિવસેનામાં ઘમાસાણ, 26 કાઉન્સિલર અને 300 કાર્યકતાઓના રાજીનામાં
Rafaleની શસ્ત્ર પૂજાને ખડગેએ કહ્યો 'તમાશો', અમિત શાહે કર્યો વળતો હુમલો
First published: October 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...