લોકસભામાં અમિત શાહે કહ્યું- જમ્મુ કાશ્મીરને યોગ્ય સમય પર મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો
લોકસભામાં અમિત શાહે કહ્યું- જમ્મુ કાશ્મીરને યોગ્ય સમય પર મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો
લોકસભામાં અમિત શાહ
જમ્મુ કાશ્મીર પુર્નગઠન (સંશોધન) વિધેયક-2021 પર અમિત શાહે કહ્યું- આ બિલમાં એવું ક્યાંય લખેલું નથી કે તેનાથી જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો નહીં મળે
નવી દિલ્હી : બજેટ સત્ર (Budget Session 2021) દરમિયાન લોકસભામાં (Loksabha)ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) જમ્મુ કાશ્મીર પુર્નગઠન (સંશોધન) વિધેયક-2021 (Jammu and Kashmir Reorganization (Amendment) Bill-2021)પર કહ્યું કે આ બિલમાં એવું ક્યાંય લખેલું નથી કે તેનાથી જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો નહીં મળે. શાહે કહ્યું કે હું ફરી કહેવા માંગું છું કે આ બિલનો જમ્મુ કાશ્મીરના પૂર્ણ રાજ્યના દરજ્જા સાથે કોઈ સંબંધ નથી. યોગ્ય સમયે પ્રદેશને રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.
અમિત શાહે કહ્યું કે ઘણા સાંસદોએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન (સંશોધન)વિધેયક, 2021 લાવવાનો મતબલ છે કે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો નહીં મળે. હું બિલની આગેવાની કરી રહ્યો છું, હું તેને લાવ્યો છું. મારો ઇરાદો સ્પષ્ટ કરી દીધો છે. ક્યાંય લખેલું નથી કે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળશે નહીં. તમે ક્યાંથી નિષ્કર્ષ કાઢી રહ્યો છો?
ગૃહમંત્રીએ AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની ટિપ્પણી પર કહ્યું કે તેમને ખબર નથી કે આ યૂપીએ સરકાર નથી, જેને તે સમર્થન કરતા હતા. આ નરેન્દ્ર મોદીની સરકાર છે. જેમાં દેશની સરકાર, દેશની સંસદ, દેશ માટે નિર્ણય કરે છે. ઉલ્લેખનીય છે કે ઓવૈસીએ કહ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં 2જીથી 4જી ઇન્ટરનેટ સેવા વિદેશીઓના દબાણમાં બહાલ કરી છે.
સદનમાં શાહે દાવો કર્યો કે ઓવૈસી સાહેબ ઓફિસરોને પણ હિન્દુ-મુસ્લિમમાં વિભાજન કરે છે. તેમણે સવાલ કર્યો કે શું એક મુસ્લિમ ઓફિસર હિન્દુ જનતાની સેવા ના કરી શકે કે હિન્દુ ઓફિસર મુસ્લિમ જનતાની સેવા ના કરી શકે? શાહે કહ્યું કે આ ઓફિસરોને હિન્દુ મુસ્લિમમાં વહેંચે છે અને પોતાને સેક્યુલર કહે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર