Home /News /national-international /

Amit Shah Road Show : મુસ્લિમ મહિલાઓએ ફૂલોથી કર્યું સ્વાગત, ટ્રિપલ તલાક કાયદા માટે PM મોદીનો માન્યો આભાર

Amit Shah Road Show : મુસ્લિમ મહિલાઓએ ફૂલોથી કર્યું સ્વાગત, ટ્રિપલ તલાક કાયદા માટે PM મોદીનો માન્યો આભાર

મુસ્લિમ મહિલાઓએ ફૂલોથી કર્યું અમિત શાહનુ સ્વાગત, ટ્રિપલ તલાક પર મોદીનો માન્યો આભાર

Amit Shah in bhopal: મુસ્લિમ મહિલાઓએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું ફૂલોથી સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમણે ટ્રિપલ તલાક કાયદા (Triple Talak Rule) માટે PM મોદીનો (PM Narendra Modi) પણ આભાર માન્યો હતો.

    ભોપાલમાં અમિત શાહના રોડ શો (Amit Shah Road Show Bhopal) દરમિયાન મુસ્લિમ મહિલાઓએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું ફૂલોથી સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમણે ટ્રિપલ તલાક કાયદા (Triple Talak Rule) માટે PM મોદીનો (PM Narendra Modi) પણ આભાર માન્યો હતો. મહિલાઓ હાથમાં પ્લેકાર્ડ લઈને ઉભી હતી. આ દરમિયાન ભાજપ મહિલા મોરચાના કાર્યકરોએ પણ ભગવા રંગની પાઘડીઓ પહેરી હતી.તેમણે હિન્દુત્વનો સંદેશ આપતા અમિત શાહનું સ્વાગત કર્યું હતું.

    રાજધાની ભોપાલમાં 2 કિલોમીટરના રોડ શો દરમિયાન અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (CM Shivraj Singh Chauhan) તેમની સાથે હાજર હતા. થોડા અંતર સુધી અમિત શાહે કારની બહારથી અભિવાદન સ્વીકાર્યું હતું. તે પછી તે કારની અંદર બેસી ગયા. તેણે કારની અંદરથી રસ્તાની બંને બાજુ ઉભેલા લોકોનું અભિવાદન કર્યું. મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ કારની બહારથી બધાનું અભિવાદન કરી રહ્યા હતા.

    આ પણ વાંચો:  Punjab CM ને 'રબરની ઢીંગલી' કહેનારા સિદ્ધુનો પલટવાર, કહ્યું- 'ભગવંત માન મારો નાનો ભાઈ'





    આ પણ વાંચો: 'અમે બધી આશા ગુમાવી દીધી હતી, પરંતુ સેનાના કારણે આજે જીવિત છીએ': જમ્મુ એન્કાઉન્ટરમાં ફસાયેલા પરિવારની કરૂણાંતિકા

    ટ્રિપલ તલાક (Triple Talak) માંથી છૂટકારો આપવા બદલ આભાર


    રોડ શો દરમિયાન વિવિધ સ્થળોએ સ્ટેજ ગોઠવવામાં આવ્યા હતા. ભાજપ કાર્યાલયથી થોડે દૂર લઘુમતી મોરચાએ એક મંચ મૂક્યો હતો. આ મંચ પર મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓએ અમિત શાહનું સ્વાગત કર્યું હતું. તેમના હાથમાં શિવરાજ સરકારની યોજનાઓને લગતા પ્લેકાર્ડ હતા. આ સિવાય તે ટ્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવવા માટે સરકારનો આભાર પણ માની રહી હતી. બુરખો પહેરેલી મહિલાઓએ પીએમ મોદીનો આભાર માન્યો હતો.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Amit shah

    આગામી સમાચાર