Home /News /national-international /

અમિત શાહને આવ્યો ગુસ્સો, આ લોકોની કાઢી ઝાટકણી

અમિત શાહને આવ્યો ગુસ્સો, આ લોકોની કાઢી ઝાટકણી

    ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના અધ્યક્ષ અમિત શાહે 2019ના લોકસભા ઈલેક્શનથી પહેલા સોશિયલ મીડિયા પર સક્રિય ન હોવાને લઈને અસમની સોશિયલ મીડિયા ટીમ પર ગુસ્સો નિકાળ્યો છે. શાહે હાલમાં જ અસમ અને અન્ય પૂર્વોત્તર રાજ્યોની યાત્રા દરમિયાન લોકસભા ઈલેક્શનની તૈયારીની સમીક્ષા કરી હતી. અમિત શાબે ટીમ અને પાર્ટીના અન્ય સભ્યોને સોશિયલ મીડિયા પર વધારે સક્રિય થવા અને વધુમાં વધુ મતદાતાઓ સુધી પહોંચ બનાવવા માટે અને યુવા મતદાતાઓને આકર્ષિત કરવા માટે કહ્યું છે.

    ભાજપા નેતાએ જણાવ્યું, શાહે અસમની સોશિયલ મીડિયાની ટીમ સાથે અલગ બેઠક કરી. આ બેઠકમાં ટીમના કુલ 82 સભ્યોએ ભાગ લીધો. શાહે ચિંતા વ્યક્ત કરી કે, મુંખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ અને સ્વાસ્થ્ય મંત્રી હેમંત બિસ્વા શર્માને છોડીને અસમમાં મોટાભાગના નેતાઓ સોશિયલ મીડિયા પર સક્રિય નથી.

    ફેસબુક અને ટ્વિટર પર સોનોવાલના સાત લાખથી વધારે જ્યારે શર્માના 6 લાખથી વધારે ફોલોઅર્સ છે. અસમ ભાજપા અધ્યક્ષ રણજીત કુમાર દાસના માત્ર 40,000 ફોલોઅર્સ છે.

    અમિત શાહે સોશિયલ મીડિયા ટીમને એવી સામગ્રી તૈયાર કરવાનું કહ્યું છે, જેનાથી લોકો સાથે વ્યવસ્થિતિ રીતે કોમ્યુનિકેશન કરી શકાય. જોકે, તેમને સામગ્રીની પસંદગીમાં વધુ પડતી સાવધાની રાખવાની સલાહ આપી છે અને સંવેદનશીલ મુદ્દાઓથી બચવાનો આદેશ આપ્યો છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Amit shah, આસામ, ભાજપ

    આગામી સમાચાર