અમિત શાહનો ઠાકરેને જવાબ- PM મોદી અને મેં પહેલાં જ કહ્યું હતું ફડણવીસ જ CM બનશે

News18 Gujarati
Updated: November 13, 2019, 8:15 PM IST
અમિત શાહનો ઠાકરેને જવાબ- PM મોદી અને મેં પહેલાં જ કહ્યું હતું ફડણવીસ જ  CM બનશે
શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ CM પદ વિશે કરેલા આક્ષેપોનો અમિત શાહે જવાબ આપ્યો હતો.

શિવસેના સાથે દોસ્તી તૂટ્યા પછી અમિત શાહે કહ્યું, અમને શિવસેનાની નવી શરતો મંજૂર નહોતી. જ્યાં સુધી સી.એમ. પદનો સવાલ છે તો PM મોદી અને મેં પહેલાં જ કહ્યું હતું ફડણવીસ જ CM બનશે

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર પ્રથમ વાર ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ મામલે રાજ્યપાલની ભૂમિકાનો બચાવ કર્યો છે. શિવસેના સાથે ધમસાણ બાદ દોસ્તી તૂટ્યા બાદ તેમણે કહ્યું, 'અમને શિવસેનાની નવી શરતો મંજૂર નહોતી. જ્યાં સુધી સીએમ પદનો સવાલ છે ત્યાં સુધી PM મોદી અને મેં પહેલાં જ કહ્યું હતું ફડણવીસ જ CM બનશે.

રાજ્યપાલની ભૂમિકા પર તેમણે કહ્યું,' સરકારની રચના કરવા માટે તમામ પક્ષોને પૂરતો સમય મળ્યો હતો. 18 દિવસના સમય બાદ રાષ્ટ્રપતિ સાશન લાગુ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલે વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ એક પછી એખ તમામ પાર્ટીઓને બોલાવી અને ત્યારબાદ શિવસેના, એનસીપી કે ન તો અમે કોઈ બહુમત સાબિત ન કરી શક્યા. આજે પણ જેની પાસે આંકડો હોય તે બહુમત હોય તે સરકાર બનાલી શકે છે.'

ઉદ્વવ ઠાકરેના નિવેદન પર જવાબ

અમિત શાહે ઉદ્ધવ ઠાકરેના આરોપ પર જવાબ આપતા કહ્યું, ' અમે તો શિવસેના સાથે મળી સરકાર રચવા તૈયાર હતા. ચૂંટણી સમયે વડાપ્રધાન મોદીએ અને મેં અનેક વાર કહ્યું હતું કે ચૂંટણી જીત્યા બાદ ફડણવીસ જ રાજ્યના મુખ્યમંત્રી બનશે. જો તમને સમસ્યા હતી તો એ સમયે જ કહેવું હતું. તેઓ નવી શરતો સાથે આવ્યા જે માની શકાય તેમ નહોતી'



નવી સરકાર અંગે વિપક્ષને જવાબ

ગૃહ મંત્રીએ જણાવ્યું, 'આજે પણ જો કોઈની પાસે નંબર હોય તો સરકારની રચના કરી શકે છે. રાજ્યપાલ કોઈને પણ તક આપવાની ના નથી પાડી રહ્યા. કપિલ સિબ્બલ જેવા વરિષ્ઠ વકીલો બાળકોની જેમ વાત કરી રહ્યા છે. રાજ્યપાલ જેવા બંધારણીય પદને રાજકારણમાં ઘસડવાનું કોઈ કારણ નથી.

First published: November 13, 2019
વધુ વાંચો
अगली ख़बर