Home /News /national-international /અદાણી-હિંડનબર્ગ વિવાદ પર અમિત શાહે મૌન તોડ્યું, જો કંઈ ખોટું થયું હશે તો કોઈને છોડવામાં નહીં આવે
અદાણી-હિંડનબર્ગ વિવાદ પર અમિત શાહે મૌન તોડ્યું, જો કંઈ ખોટું થયું હશે તો કોઈને છોડવામાં નહીં આવે
amit shah-file photo
એક ટીવી ચેનલના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે, સરકારને આ વિવાદ પર કોઈ ભ્રમ નથી. સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ મામલાની તપાસ માટે એક તપાસ સમિતિ બનાવી છે.
નવી દિલ્હી: દેશમાં અદાણી-હિંડનબર્ગ મામલે વિપક્ષ સતત હોબાળો કરી રહ્યું છે. હવે આ મામલામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મૌન તોડ્યું છે. આ વિવાદની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) બનાવાની વિપક્ષની માગ પર અમિત શાહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ તરફથી આ મામલા પર સંજ્ઞાન લેવામાં આવ્યું છે અને કોર્ટે એક તપાસ સમિતિ બનાવવાની પણ વાત કહી છે. તેમણે કહ્યું કે, જો કંઈ ખોટું થયું હશે તો કોઈને છોડવામાં નહીં આવે.
એક ટીવી ચેનલના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે, સરકારને આ વિવાદ પર કોઈ ભ્રમ નથી. સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ મામલાની તપાસ માટે એક તપાસ સમિતિ બનાવી છે. હવે લોકોએ ન્યાયિક પ્રક્રિયા પર વિશ્વાસ રાખવો જોઈએ. તેમણે કહ્યું કે, જો કોઈની પાસે આ મામલા સાથે જોડાયેલ પુરાવા છે, તો તેને સુપ્રીમ કોર્ટની કમિટિ પાસે રજૂ કરવા જોઈએ.
અમિત શાહે આગળ કહ્યું કે, જો કંઈ ખોટું થયું હશે તો કોઈને છોડવામાં નહીં આવે. તેમણે કહ્યું કે, ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડે પહેલાથી જ સુપ્રીમ કોર્ટને બતાવ્યું છે કે, આ મામલે તપાસ ચાલી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર