Home /News /national-international /શાહે લો કમીશનને લખી ચિઠ્ઠી, ભારતમાં ચૂંટણીને લઈને આપી આવી સલાહ

શાહે લો કમીશનને લખી ચિઠ્ઠી, ભારતમાં ચૂંટણીને લઈને આપી આવી સલાહ

અમિત શાહ, ફાઈલ ફોટો

અમિત શાહે લો કમીશનને ચિઠ્ઠી લખીને કહ્યું કે, 'એક દેશ એક ચૂંટણી'થી ખર્ચ ઘટશે.

    ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વન નેશન વન ઈલેક્શન એટલે રાજ્યોની વિધાનસભા અને લોકસભા ચૂંટણી એક સાથે કરવાને લઈને લો કમીશનને ચિઠ્ઠી લખી છે. અમિત શાહે એક દેશ એક ચૂંટણીનું સમર્થન કરતાં કહ્યું છે કે, ચૂંટણીમાં થનાર ભારે ખર્ચથી બચવા આવું કરવું આવનાર સમયની જરૂરત છે.

    લો કમીશનને મોકલવામાં આવેલ ચિઠ્ઠીમાં શાહે- દેશમાં વર્તમાન સમયમાં ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ થતી રહે છે. આના કારણે માત્ર રાજ્ય સરકાર જ નહી પરંતુ કેન્દ્ર સરકારના પણ વિકાસના કાર્ય રોકાઈ જાય છે. વારં-વાર ચૂંટણીથી ઘણા પૈસા ખર્ચ થાય છે. પ્રશાસન પર પણ બોઝ વધે છે. આને ઓછું કરવા માટે દેશમાં એક ચૂંટણીની જરૂરત છે.

    જણાવી દઈએ કે, દેશ એક ચૂંટણી પર પાછલા વર્ષે નીતિ આયોગે 2024થી બે ચરણોમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી કરવાની સલાહ આપી હતી.

    શાહે લખ્યું, મહારાષ્ટ્રમાં 2016-17 દરમિયાન 365 દિવસમાં વિભિન્ન ઈલેક્શનના કારણે 307 દિવસ સુધી કોઈને કોઈ વિસ્તાર કોડ ઓફ કન્ડક્ટ હેઠળ રહ્યું. આ રીતે 2014માં કોડ ઓફ કન્ડક્ટ લાગવાના કારણે પ્રશાસનિક અને વિકાસ કાર્યમાં કેટલાક મહિના સુધી પ્રભાવિત રહ્યાં.

    બીજેપીના અધ્યક્ષે કહ્યું, ભારતમાં પહેલા પણ સમકાલિન ચૂંટણીઓ થતી રહી છે. આ ભારત માટે કોઈ નવી વાત નથી. 1951-52માં ભારતમાં તત્ત્કાલીન સમસ્યાઓ છતાં લોકસભા અને બધી જ વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે કરાવવામાં આવી હતી. આ રીતે 1957,1962 અને 1967માં પણ આ વ્યવસ્થા હેઠળ ચૂંટણીઓ કરાવવામાં આવી હતી, તેમને કહ્યું, જો કે, 1968માં અને 1969માં નવા રાજ્યોની રચનાના કારણે આ શક્ય થઈ શક્યું નહતું. તે પછી 1970માં લોકસભા સમયથી પહેલા ભંગ થઈ ગઈ, ત્યારથી આ પ્રક્રિયા રોકાઈ ગઈ હતી.

    જણાવી દઈએ કે, લોકસભા અને વિધાનસભા ઈલેક્શન કરાવવા માટે લો કમીશને ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આના પર ચર્ચા કરવા માટે કમીશને જુલાઈ રાજનૈતિક પાર્ટીઓની બેઠક બોલાવી હતી. એનડીએના બે સહયોગી સહિત 5 પાર્ટીઓના આ પ્રસ્તાવ પર સમર્થન કર્યું હતું, જ્યારે 9 પાર્ટીઓએ આનો વિરોધ કર્યો હતો.

    લો કમીશનના પ્રસ્તાવના સમર્થન કરનારી પાર્ટીઓમાં જેડીયૂ અને અકાલી દળ (એનડીએ), એઆઈએડીએમકે, સમાજવાદી પાર્ટી અને તેલંગાના રાષ્ટ્ર કમિટી (ટીઆરએસ) સામેલ હતા. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, તેલુગૂ દેશમ પાર્ટી, ડીએમકે, જેડીએસ, એઆઈએફબી, સીપીએમ, એઆઈડીયૂએફ અને ગોવા ફોરવર્ડ પાર્ટીએ આનો વિરોધ કર્યો હતો.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Amit shah, Law commission

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन